Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૯૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
જટાધારી કંદ-મૂળ અને ફળના આહાર કરનારા તાપસે આ પૃથ્વી પર થયા.
નમિ-વિનમિનું આગમન
હવે કચ્છ-મહાકચ્છના પુત્રો વિનયયુક્ત નમિવિનમિ નામના પ્રભુના દીક્ષા ગ્રહણના સમય પહેલાં પ્રભુની આજ્ઞાથી દૂર દેશાંતર ગયા હતા. ત્યાંથી પાછા આવેલા એવા તેઓએ પેાતાના પિતાને વનની અંદર જોયા. તેમને જોઈને આ પ્રમાણે વિચારે છે કે ઋષભનાથ હાવા છતાં અનાથની જેમ અમારા આ પિતા કેમ આવી અવસ્થા પામ્યા ? કયાં તે ચીનાંશુક (રેશમી વસ્ત્ર) ? અને કયાં આ ભિલ્લને ચેાગ્ય વલ્કલ ? કયાં અંગમાં તે અંગરાગ અને કયાં પશુને ચેાગ્ય એવી ભૂમિરજ ? કયાં પુષ્પમાળાથી ગર્ભિત અખાડા ? અને કયાં વટવૃક્ષની જેવી જટા ? કયાં ગજેન્દ્ર ઉપર આરોહણ ? અને કયાં આ સિપાઈની માફક પગે ચાલવું ? આ પ્રમાણે વિચારતાં તે પિતાઓને પ્રણામ કરીને સવ પૂછે છે.
તે કચ્છ-મહાકચ્છ આ પ્રમાણે કહે છે:- જગતના નાથ ભગવાન ઋષભદેવે રાજ્યના ત્યાગ કરીને પૃથ્વીના વિભાગ કરીને ભરત વગેરેને આપીને વ્રત ગ્રહણ કર્યું. તે વખતે અમે બધાચે પણ સ્વામીની સાથે હાથીના ઈન્નુભક્ષણની જેમ પૂર્વાપરના વિચાર કર્યા વિના ઉતાવળથી ગત ગ્રહણ કર્યું', પર`તુ ક્ષુધા-પિપાસા-શીત-ઉષ્ણ આદિ - કલેશથી પીડાયેલા અનેે તે વ્રત છોડી દીધું. જોકે સ્વામીની