Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૮૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્નાન કરતા નથી અને વિલેપન કરતા નથી. ભારની પેઠે વસ્ત્ર, અલંકાર અને માલ્યને ગ્રહણ કરતા નથી. પર્વતની જેમ પવનથી ઉડેલી માર્ગની ધૂળ વડે આલિંગન કરાય છે, તેમજ મસ્તક ઉપર સૂર્યના તીવ્ર આપને સહન કરે છે, શયન-આસન આદિથી રહિત હોવા છતાં પણ પરિશ્રમને જાણતા નથી, પર્વતના શ્રેષ્ઠ ગજેન્દ્રની જેમ શીત–ઉણુ વડે કલેશ પામતા નથી, ભૂખને પણ ગણતા નથી, તરસને જાણતા નથી, વૈરથી યુક્ત ક્ષત્રિયની જેમ નિદ્રાને સેવતા નથી, અનુચર જેવા અમને જાણે અપરાધ કર્યો હોય તેમ દષ્ટિ વડે પણ આનંદ પમાડતા નથી. વાતચીત કરવાની તે શું વાત? વળી પુત્ર-સ્ત્રી આદિ પરિગ્રહથી પરાડ મુખ પ્રભુ જે કાંઈ મનમાં વિચારે છે તે આપણે જાણતા નથી.
હવે આ પ્રમાણે વિચારીને તેઓ હંમેશાં સ્વામીના નજીકના સેવક પોતાના સમૂહના નાયક એવા કચ્છમહાકછને આ પ્રમાણે કહેવા લાગ્યા :
હે આર્ય! મુધાન વિજય કરવામાં તત્પર એવા સ્વામી ક્યાં ? અને અન્નના કીડા એવા આપણે ક્યાં ? પિપાસાને જીતનાર એવા પ્રભુ ક્યાં ? અને પાણીના દેડકા એવા આપણે કયાં? આતાપને જીતનાર એવા એ પ્રભુ ક્યાં? અને છાયાના માંકડ એવા આપણે ક્યાં ? શીતથી પરાભવ નહિ પામનારા એ ક્યાં ? શીતના વાનર -એવા આપણે ક્યાં? નિકારહિત એવા એ ક્યાં ? અને