Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૮૫
કચ્છ-મહકચ્છ વગેરેની દીક્ષા મિત્રવર્ગોએ નિવારવા છતાં, બંધુવગે અટકાવ્યા છતાં, ભરત રાજાએ પણ વારંવાર નિષેધ કરવા છતાં કચ્છ–મહાકછ વગેરે ચાર હજાર રાજાઓ સ્વામીના અતિશયવાળા પૂર્વ પ્રસાદને યાદ કરતા, ભ્રમરની જેમ પ્રભુના ચરણકમળનો વિરહ સહન ન થવાથી પુત્ર, સ્ત્રી અને રાજ્યને તૃણની જેમ ત્યાગ કરીને “જે પ્રભુની ગતિ, તે જ અમારી ગતિએ પ્રમાણે નિશ્ચય કરીને હર્ષ વડે દીક્ષા ગ્રહણ કરે છે. ખરેખર સેવકોને એ કેમ ઉચિત છે.
- હવે ઇંદ્ર વગેરે દેવે આદિનાથને પ્રણામ કરીને બે - હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરે છે –
હે નાથ ! તમારા યથાર્થ ગુણને કહેવા માટે અમે અસમર્થ છીએ. તે પણ અમે સ્તુતિ કરીએ છીએ. તમારા જ પુણ્યપ્રભાવથી અમારી પ્રજ્ઞા અતિશયવાળી થાય છે. હે સ્વામિન ! ત્રસ–સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરવાથી સર્વ જીવોને અભય આપનાર એક દાનશાળા સરખા તમને નમસ્કાર થાઓ. સર્વથા મૃષાવાદને ત્યાગ કરવાવડે હિત–સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર એવા તમને નમસ્કાર થાઓ. હે ભગવંત! અદ- ત્તાદાનના પ્રત્યાખ્યાનરૂપ શુદ્ધ માગમાં પ્રથમ પથિક એવા તમને નમસ્કાર થાઓ. હે જગત્પતિ! મન્મથરૂપી અંધકારનું મથન કરનાર અખંડ શુદ્ધ બ્રહ્મચર્યના તેજ વડે સૂર્ય સરખા તમને નમસ્કાર થાઓ. હે નાથ ! એકી