Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૮૩
નગરી થઈ. ચંદ્ર-સૂર્ચા વડે માનુષાત્તર પતની જેમ પ્રકૃષ્ટ દેવ અને મનુષ્ચાથી જગન્નાથ પરિવર્યાં છે.
ઋષભદેવ પ્રભુ અને પડખે ભરત–માહુબલીવડે સેવાયેલા બે કિનારા વડે સમુદ્રની જેમ શાલે છે. બીજા અઠ્ઠાણુ. વિનીત પુત્રો વડે જગત્પ્રભુ, હાથીએ વડે ચૂંથાધિપતિની જેમ અનુસરાય છે. માતા, સ્ત્રી, પુત્રીઓ અને બીજી અશ્રુસહિત સ્રીએ જાણે ઝાકળના બિંદુવાળી પદ્મિનીએ હૈ।ય તેમ પ્રભુની પાછળ જાય છે.
આ પ્રમાણે ત્રિલેાકનાથ પૂર્વભવના સર્વાર્થસિદ્ધ વિમાનની જેવા નામ વડે સિદ્ધાર્થ ઉદ્યાનમાં આવે છે. આવીને ત્યાં અશેાકવૃક્ષના તળે સ’સારમાંથી ઉતરે તેમ શિખિકારત્વમાંથી નાભિનદન ઉતરે છે. ઉતરીને ચારે તરફથી કષાયની જેવા તે વસ્ત્ર, પુષ્પમાળા, અને આભૂષણાના જલદી ત્યાગ કરે છે. દેવેન્દ્ર પ્રભુના ધદેશમાં ચંદ્રના કિરણાથી બનાવેલુ હાય તેવુ' કામળ, શ્વેત અને સૂક્ષ્મ દેવદૃષ્ય વસ્ત્ર સ્થાપન કરે છે.
હવે રૌત્ર વિદ આઠમને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રચેાગ આવ્યે છતે દિવસના પાછલા ભાગમાં, ઉત્પન્ન થતા જય-જય શબ્દના કાલાહલના બહાનાથી હું ને પ્રકટ કરતા હાય એવા દેવ અને મનુષ્ચા વડે જોવાતા પ્રભુ ચાર દિશામાં શેષ આપવા માટે ઇચ્છતા હાય તેમ ચાર મુષ્ટિ વડે મસ્તકના વાળના લેાચ કરે છે. સૌધર્માં ધિપતિ વસ્ત્રના છેડામાં જુદા જુદા વર્ણના તંતુઓની શાભાને કરનારા પ્રભુના તે કેશને સ્વીકારે છે.