Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૮૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
નેત્રવાળી સ્ત્રીઓ પ્રભુને જેતે છતે ચામરની જેમ હસ્તકમળવડે વસ્ત્રના છેડાને ચલાવે છે. કેટલીક સ્ત્રીઓ નિર્ભર રપણે પિતાના પુણ્યરૂપી બીજને વાવતી હોય તેમ નાભિનંદન તરફ લાજ (ભીંજાવેલા ચેખા) ફેંકે છે. કેટલીક પ્રભુના કુળની સુવાસિની સ્ત્રીઓ મોટેથી ‘ચિરકાળ જી, ચિરકાળ આનંદ પામે એ પ્રમાણે આશીવચન આપે છે. કેટલીક નગરની સ્ત્રીએ ચંચળ આંખવાળી હોવા છતાં નિશ્ચલ આંખવાળી હોય તેમ, મંદગતિવાળી હોવા છતાં શીધ્ર ગમન કરતી થકી પ્રભુને જતી અનુગમન કરે છે.
હવે આકાશમાં મહાવિમાન વડે પૃથ્વીતળને એક છત્ર કરતા ચારે પ્રકારના દેવ આવે છે. તેમાંના કેટલાક દેવો મદજળની વૃષ્ટિ કરતાં હાથીઓ વડે આવતાં, આકાશને જાણે મેઘમય કરે છે. કેટલાક દેવ અતિવિસ્તીર્ણ ગગનરૂપી સમુદ્રમાં વહાણ સરખા ઉત્તમ અધોવડે ચાબૂક રૂપી નૌદંડ સહિત સ્વામીને જોવા માટે આવે છે. કેટલાક દેવો અતિશયવેગ વડે સાક્ષાત પવન હોય એવા રથ વડે નાભિનંદન પાસે આવે છે. કેટલાક દે વાહનકીડા શરત કરી હોય તેમ મિત્રની પણ રાહ જોતા નથી. “આ સ્વામી, આ સ્વામી,” એમ પરસ્પર કહેતાં દેવ, નગરમાં પહોંચેલા મુસાફરની જેમ વાહનોને સ્થિર કરે છે.
તે વખતે વિમાનરૂપી પ્રાસાદો વડે, હાથીઓ વડે, અશ્વો વડે અને ર વડે આકાશમાં જાણે બીજી વિનીતા