Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૫
વેદના થાય છે. તેથી તેએ વડે વિનંતિ કરાયેલા જગત્પ્રભુ આ પ્રમાણે બતાવે છે કે પૂર્વ કહેલી વિધિ કરીને તે પછી ઔષધિઓને મુઠ્ઠીમાં, તડકામાં અને કાંખમાં રાખીને તેવી રીતે સુખપૂર્વક ખાઓ.
અગ્નિની ઉત્પત્તિ
તેમ કરવા છતાં પણુ અજાણે આહાર વડે લેાકેા પીડા પામતા હતા. હવે તે વખતે પરસ્પર શાખાએ ઘસવાથી વૃક્ષ ખંડને વિષે અગ્નિ ઉત્પન્ન થયેા. તૃણ અને કાષ્ઠ વગેરેને માળતા તે અગ્નિને જોઈ ને દેદ્દીપ્યમાન રત્નના ભ્રમથી તે યુગલિક મનુષ્યેા દોડીને હાથ વડે તેને પકડવાની શરુઆત કરે છે. તે અગ્નિ વડે ખળતા તેઓ ભય પામ્યા થકા પ્રભુ પાસે આવીને ‘કાંઈક નવું અતિ અદ્ભુત ઉત્પન્ન થયું છે” એ પ્રમાણે નિવેદન કરે છે.
સ્વામી કહે કે “ સ્નિગ્ધ અને રૂક્ષ કાળના ચેાગે અગ્નિ પ્રકટ થયેા છે. એકાંત રૂક્ષ કાળમાં અને એકાંત સ્નિગ્ધ કાળમાં અગ્નિ હોતા નથી. ’ આ અગ્નિની પાસે ઊભા રહીને છેડે રહેલા તૃણ આદિને દૂર કરીને તે પછી તેને ગ્રહણ કરો તે પછી પૂર્વ કહેલી વિધિ વડે એ ઔષધિઆને શેાધીને અગ્નિમાં નાંખીને પકાવીને ખાઓ.
મુગ્ધ (ભેાળા) એવા તેએ તે પ્રમાણે કરે છે. અગ્નિવર્ડ તે ઔષધિઓ મળી ગઈ. ક્રીથી સ્વામીની પાસે આવીને કહે છે કે-હ સ્વામિન! ભૂખ્યા એવા એ