Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૬૩
વાવડીએ જલક્રીડામાં રક્ત સ્ત્રીઓના તૂટેલા હારના મેાતીઓ વડે તામ્રપણી નદીની શોભાને વિસ્તારે છે. ત્યાં શ્રેષ્ઠીએ પણ એવા છે કે જેઆમાંના કોઈ એકના વાણાતર (મુનીમ) વ્યાપાર કરવા માટે આવેલા ‘શું આ કૂબેર છે' એ પ્રમાણે હું માનુ છું. ત્યાં રાત્રિમાં ચંદ્રકાંતમણિથી બનાવેલી ભીંતવાળા પ્રાસાદમાંથી ઝરતા પાણી વડે ચારે તરફથી શાંત થઈ છે રજ જેની એવી શેરીએ કરાય છે. તે નગરી અમૃત સરખા પાણીવાળા વાવ-કૂવાઅને લાખા સરોવર વડે નવ સુધાર્કુડવાળા નાગલાકને પરાભવ કરે છે.
જન્મથી વીશ લાખ પૂર્વ ગયે છતે તે નગરીની પ્રજાનું પાલન કરવા માટે સ્વામી રાજા થયા. મ`ત્રોમાં ૐ કારની જેમ રાજાએમાં પ્રથમ તે નાભિરાજા પોતાની સ'તતિની જેમ પ્રજાઓનું પાલન કરે છે, તે પ્રભુ દુનેાનું શાસન કરનારા અને સજ્જનેાનું પાલન કરનારા કુશળ, પાતાના અંગેા હાય તેવા મંત્રીઓને નીમે છે.
જિનેશ્વરના રાજ્યના અગાના સંગ્રહ
તેમજ ઋષભના ચિહ્નવાળા તે પ્રભુ ચારી આઢિથી રક્ષણ કરનારા દક્ષ ઓરકાને પણ ઇંદ્ર લેાકપાળાને સ્થાપન કરે તેમ સ્થાપન કરે છે. દેહના ઉત્તમાંગ (મસ્તક)ની જેમ સેનાના ઉત્કૃષ્ટ અંગ સમાન રાયસ્થિતિના હેતુભૂત હાથીઓને તે ગ્રહણ કરે છે, તે ઋષભધ્વજ પ્રભુ સૂર્યના અશ્વની સ્પર્ધા કરનારા હોય એવા પ્રચંડક ધરાવાળા મનોહર
L