Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
તૃતીય ઉદ્દેશ
' - 8ષભદેવ પ્રભુનું ભરતને રાજ્યદાન ' હવે નાભિનંદન પ્રભુ ચારે તરફથી ભરત–બાહુબલી વગેરે પુત્રોને અને બીજા સામંત વગેરેને બોલાવે છે. પ્રભુ ભરતને કહે છે : “હે વત્સ! તું આ રાજ્ય ગ્રહણ કર, અમે સંયમસામ્રાજયને હવે ગ્રહણ કરીશું.”
આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળીને તે વચનવડે ક્ષણવાર નીચા મુખવાળા થઈને બે હાથ જોડી ભરત. નમસ્કાર કરીને ગદ્ગદ્દપણે આ પ્રમાણે કહે છે – : “હે નાથ ! આપના ચરણકમળની પીઠની આગળ આળેટતાં મને જે રીતે સુખ થાય છે, તે રાજ્યસિંહાસન ઉપર બેઠેલા મને સુખ નથી. હે પ્રભુ! તમારી આગળ પગવડે દેડતાં મને જે સુખ થાય, તે સુખ લીલા સહિત હાથીને સ્કંધ ઉપર ચઢેલા મને થતું નથી. તમારા વગરના મારે સામ્રાજ્યની સંપત્તિવડે શું પ્રજન છે? તમારી સેવાના સુખરૂપ ક્ષીરસમુદ્ર વાળા મને રાજ્યનું સુખ બિંદુ જેવું લાગે છે.
સ્વામી કહે છે કે–અમે રાજ્યને ત્યાગ કર્યો છે. રાજાના અભાવમાં પૃથ્વી પર મત્સ્ય સરખો ન્યાય પ્રવતે.