Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વાળા જેઓ હતા તે રાજન્ય થયા, બાકીના પુરુષો ક્ષત્રિય એ રીતે થયા.
આ પ્રમાણે નવીન વ્યવહાર વ્યવસ્થાની રચના કરીને પ્રભુ નવીન રાજ્યલક્ષ્મીને ભોગવે છે. વ્યાધિની ચિકિત્સા કરનાર વ્યાધિયુક્ત માણસોમાં જેમ ઔષધ આપે છે, તેમ પ્રભુ દંડ કરવા લાયક એવા લેકમાં અપરાધ પ્રમાણે દંડ કરે છે, તેથી દંડથી ભય પામી લેકે ચેરી આદિ કરતા નથી, જેથી એક જ દંડનીતિ સર્વ અનીતિરૂપ સાપને વશ કરવામાં જાંગુલી મંત્ર સરખી થઈ | સુશિક્ષિત લોક પ્રભુની આજ્ઞાની જેમ કેઈન ક્ષેત્ર, ઉદ્યાન અને ગૃહ આદિની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. મેઘ પણ ગર્જનાના બહાનાથી જગ...ભુના ન્યાયધર્મની
સ્તુતિ કરતો હોય તેમ ધાન્યની ઉત્પત્તિ માટે યોગ્ય સમયે વરસે છે. તે વખતે ધાન્યના ખેતરો વડે શેરડીના વાડાઓ વડે અને ગોકુલે વડે પરિપૂર્ણ લેકે પિતાની અદ્ધિ વડે પ્રભુની મહાન ઋદ્ધિને બતાવતા હોય તેમ શેભે છે. હેય અને ઉપાદેયના વિવેકજ્ઞાનમાં કુશળ કરાયેલા લોકો વડે પ્રભુ પ્રાયઃ મહાવિદેહક્ષેત્ર સરખા ભરતક્ષેત્રને કરે છે. રાજ્યાભિષેકથી પ્રારંભીને પૃથ્વીનું પાલન કરતા નાભિનંદન પ્રભુ ત્રેસઠ લાખ પૂર્વ વ્યતીત કરે છે.
ઋષભદેવ પ્રભુનું વસંતોત્સવનું નિરીક્ષણ
એક વખત પ્રભુ કામદેવે કર્યો છે નિવાસ જેમાં એ વસંતમાસ આવ્યે છતે પરિવારના અનુરોધથી