Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઊંચી કરી છે. બહુલતા જેણે એવી કાઈક સ્ત્રી બાહુના મૂળને જોનારા યુવાનેાના મનની સાથે અત્યંત ઊંચે રહેલા પુષ્પાને હરણ કરે છે.
નવા પુષ્પના ગુચ્છાએ જેના હાથમાં છે એવી પુષ્પ ગ્રહણ કરનારી સ્ત્રીઓ ચાલતી વેલડીની માફક શોભે છે.
પુષ્પને વીણવાના કુતૂહલવાળી વૃક્ષની દરેક શાખામાં વળગેલી સ્ત્રીઓ વડે વૃક્ષેા જાણે સ્ત્રીરૂપી ફળ ઉત્પન્ન થયા હાય એવા શેશભે છે.
કોઈક પુરુષ પાતાની જાતે વીણેલી મેગરાની કડીએ વડે માતીની માળાને વિડ`ખના કરે એવા સ્ત્રી માટે સવ અંગના આભરણ કરે છે. કાઈક યુવાન પેાતાના હાથે વિકસિત પુષ્પા વડે પ્રિયાના અખાડાને કામદેવના ભાથાની જેમ પૂરે છે. કાઇક પુરુષ પાંચ વષ્ણુના પુષ્પા વડે ઇન્દ્ર ધનુષ્યની વિડ’ખના કરે એવી માળા પેાતાની જાતે ગૂ'થીને પ્રિયાને આપીને સતાષ પમાડે છે. કાઈક પ્રિયા વડે રમતપૂર્વક ફેકેલા પુષ્પના દડાને ચાકર જેમ પ્રસાદને સ્વીકારે તેમ હાથ વડે સ્વીકારે છે.
કોઇક મૃગલાચના (સ્ત્રીએ ) હીંચકાના આંદોલન · વડે ગમનાગમન કરતી અપરાધી પતિઓની જેમ પગ વડે વૃક્ષના અગ્રભાગને હણે છે.
કોઈક હી'ચકા ઉપર ચડેલી નવાઢા પ્રિયના નામને સખીજના પૂછતે છતે નીચા મુખવાળી સખીએના લતાના આઘાતને સહન કરે છે.