Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૧
તૈયાર કરી હાય એમ હું માનું છું. વાવ-કૂવા અને પરખમાં પ્રિય એવા વસંતે ભ્રમરરૂપી મુસાફોને વાસંતીલતા મકરંદની પરખની જેમ મનાવી.
અત્યંત પુષ્પની સુગંધથી સપન્ન એવા સિંદુવાર વૃક્ષ વડે પ્રાણને વિષે વિષની જેમ પ્રવાસીઓને મહામાહ કરાય છે. વસંતેાદ્યાનના પાલક વડે ચંપક વૃક્ષને વિષે નિચેાજિત કરાયેલા ભ્રમરો આરક્ષકની જેમ નિઃશક ભ્રમણ કરે છે. જેમ યૌવન સ્ત્રી-પુરુષને શૈાભા આપે, તેમ વસંત ઉત્તમ અને અનુત્તમ એવા વૃક્ષ અને લતાઆને શેશભા આપે છે.
મૃગ નયનાએ (=સ્રીઓ) મહા અતિથિ એવા વસંતને અર્ધ્ય આપવા માટે ઉત્સુક હોય તેમ તે ઉદ્યાનમાં પુષ્પાને વીણવાના આરંભ કરે છે. કામદેવના હથિયારરૂપે અમે હેતે છતે ખીજા હથિયારો વડે શું? એ પ્રમાણે બુદ્ધિથી સ્ત્રીએ પુષ્પાને ચૂંટે છે. પુષ્પાને ઉખેડી નાખવાથી તેના વિયેાગની પીડાથી દુ:ખી થયેલી વાસ'તી જાણે મધુર અવાજ કરતા ભ્રમરો વડે રુદન કરે છે!
કઈક સ્ત્રી મલ્લિકા (મેગરા)ને ચૂંટીને આગળ જતી તેમાં ચેાંટી ગયેલા વસ્ત્રવાળી ‘તું ખીજે ન જા’ એ પ્રમાણે તેના વડે નિષેધ કરાતી ત્યાં જ ઊભી રહે છે.
*
,
કોઈક સ્ત્રી ચ’પાના ફૂલને વીણતી પાતાના આશ્રયના ભરંગ થવાથી ક્રોધ વડે જાણે ઉડતા ભ્રમરવૃંદ વડે દશ કરાય છે.