Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧eo
- શ્રી ઋષભનાથ ચરિત્ર
ઉધાનમાં ગયા. ત્યાં પુષ્પાભરણથી ભૂષિત જગ...ભુ પુષ્પના બનાવેલા વાસગૃહમાં શરીરધારી વસંતકાલની જેમ બેઠા હતા. તે વખતે વસંતલમી વિકસિત આમ્રવૃક્ષના મકરંદનું પાન કરવાથી ઉન્મત્ત થયેલ ભ્રમરેના ગુંજારવ વડે જગત્પતિનું સ્વાગત કરતી હોય તેમ શોભે છે. મલયગિરિના વાયુરૂપી નૃત્યકાર પંચમસ્વરને બેલતી કોયલે. વડે જાણે નાટકને પૂર્વભાગ શરૂ કરાયે હોય તેમ લતાનૃત્ય બતાવે છે. મૃગ સમાન નેત્રવાળી સ્ત્રીઓ કામુક પુરુષની જેમ કુરુબક–અશોક અને બકુલને આશ્લેષ-- પાદુધાત અને મુખાસ આપે છે. પ્રબળ સુગંધિથી ભ્રમરોને આનંદ આપનાર તિલકવૃક્ષ યુવાનને ભાલસ્થલની જેમ વનસ્થલીને શેભાવે છે, પુષ્ટ સ્તનભાર વડે કાદરીની માફક ઘણું પુષ્પગુચ્છના ભાર વડે લવલીલતા નમેલી છે, મલયાનિલ દક્ષ કામુકની પેઠે ધીમે ધીમે આમૂલતાને મુગ્ધ વધૂની માફક આશ્લેષ કરે છે.
જાંબૂ, કદંબ, આચ, ચંપક અને અશેક વૃક્ષરૂપી લાકડીઓ વડે કામદેવ દંડધારીની માફક પ્રવાસીઓને હણવા માટે સમર્થ થાય છે.
- તાજા પાટલ વૃક્ષના પુષ્પના સંપર્ક વડે. સુગંધી કરાયેલ મલયને પવન જળની માફક કેને હર્ષ આપતો નથી ? મધુ રસ વડે અત્યંતર સારવાળે મધુકવૃક્ષ આવતા એવા ભ્રમરો વડે મધુપાત્રની માફક કલકલ અવાજથી. વ્યાપ્ત કરાય છે. કામદેવ વડે ગોલિકા ધનુષ્ય (ગેફણ)ને અભ્યાસ કરવા માટે કદંબપુષ્પના બહાનાથી જાણે ગોળીએ.