Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૫૬
શ્રી ઋષભનાથ ચરિ
વહુએની પાસે ફરનારી સ્ત્રીએ કૌતુક-ધવલમંગળ ગાવા માટે આ રીતે શરુઆત કરે છે:
જવરથી પીડિત જેમ સમુદ્રના પાણીનુ' શાષણ કરવા - ઇચ્છે તેમ આ અણુવર લાડુ ખાવા માટે કયા મનથી ખરેખર શ્રદ્ધાળુ થયેા છે ? કદાઈના કૂતરાની જેમ આ અણવર માંડા ઉપર સ્થિર દૃષ્ટિવાળા કયા મનથી અભિ· લાષા કરે છે? રકના બાળકની જેમ જન્મથી માંડીને ન જોયા હોય તેમ વડા ખાવા માટે આ અણુવર કયા મનથી શ્રદ્ધા કરે છે ? જેમ બપૈયા પાણીને, યાચક ધનને ઇચ્છે તેમ આ અણુવર કયા મનથી સેાપારીને ઇચ્છે છે ? જેમ વાછરડા ઘાસને ચાહે તેમ આ અણુવર નાગરવેલીના પાનને કયા મનથી ચાહે છે? માખણના પિંડ ઉપર લ.પટ બિલાડાની જેમ આ અણુવર ચૂર્ણ ને વિષે ખરેખર કયા મનથી શ્રદ્ધાળુ છે ? તળાવના કાદવને જેમ પાડા ઇચ્છે તેમ આ અણુવર વિલેપનની શ્રદ્ધા કયા મન વડે કરે છે ? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર તેમ આ અણુવર પુષ્પમાળા ઉપર ચપળનેત્રવાળા કયા મનથી સ્નેહ કરે છે ?
કૌતુકથી ઉત્કણિત મુખવાળા, કૌતુક-ધવલ મંગળને સાંભળતા દેવે ચિત્રમાં આલેખેલા હાય તેમ ત્યાં થયા. તે વખતે લેાકેામાં આ વ્યવહાર બતાવવાના છે’ એથી પ્રભુ વિવાહમાં મધ્યસ્થની જેમ તેની ઉપેક્ષા કરે છે.
6