Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૭
બે નાવના છેડા જેમ મહાપ્રવાહણને બાંધે તેમ બને દેવીઓના વસ્ત્રના છેડા સાથે પ્રભુના વસ્ત્રના છેડાને ઇંદ્ર બાંધે છે.
તે પછી આભિચોગિક દેવની પેઠે સુરાધિપતિ પ્રભુને કટિપ્રદેશ ઉપર ચઢાવીને વેદિકા ઘર તરફ ચાલે છે. તે વખતે બે ઈંદ્રાણુઓ જલદી બને કન્યાઓને કટિપ્રદેશમાં ચઢાવીને બે હાથના અગ્રભાગને જુદા પાડયા વિના સ્વામીની સાથે ચલાવી. ત્રણેય લેકના મુકુટ જેવા તે વધૂવર સાથે તે સર્વ પૂર્વ દ્વારે વેદિકાઘરના મધ્યભાગમાં પિઠા..
હવે કોઈ ત્રાયસ્વિંશક દેવ જાણે પૃથ્વીના મધ્યભાગમાંથી ઉત્પન્ન થયેલ હોય એવા વેદિકાકુંડમાં જલદી. અગ્નિ પ્રગટ કરે છે. તે અગ્નિમાં સમિધ-કાષ્ઠ નાંખવા વડે ઉત્પન્ન થયેલી ધૂમ્રરેખાઓ ખેચરની સ્ત્રીઓના કાનના આભૂષણપણાને પામતી ગગનાંગણમાં વિસ્તાર પામે છે. દેવીઓ વડે ગવાતા છે ધવલમંગળ જેના એવા સ્વામી સુમંગલા અને સુનંદા સાથે સંપૂર્ણ આઠ મંગળ સુધી તે અગ્નિને ચારે તરફ પ્રદક્ષિણા આપે છે.
આશીર્વચન ગવાતે છતે ઈંદ્ર પાણિ મોચન સાથે તેઓના વસ્ત્રના છેડાને છેડે છે. ઈંદ્રાણીઓ સાથે ઇંદ્ર સ્વામીના લગ્ન મહોત્સવથી ઉત્પન્ન થયેલ હર્ષથી હસ્તાભિનયની લીલા વડે નાચે છે. તેનું અનુકરણ કરતા બીજા દેવો પણ હર્ષિત થયા થકા નાચે છે. ચારણની જેમ જય જય શબ્દ કરવામાં તત્પર કેટલાક દેવો સાથે, ભારતની