Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૫૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અને અગ્નિથી ગર્ભિત શરાવસંપુટને મૂકે છે. કેઈક દુર્વાસાદિ માંગલિક દ્રવ્યથી યુક્ત રૂપાને થાળ આગળ ધારણ કરે છે. કેઈક કસુંબી વસ્ત્રવાળી અર્થ આપવા માટે પ્રત્યક્ષ મંગળ જેવા પંચશાખ–હસ્તવડે રવૈયાને ઉપાડીને આગળ રહી. હે અર્થ આપનારી! અર્થને ઉચિત વરને અર્થ આપ. ક્ષણવાર માખણને ફેંક, થાળમાંથી દહીં ઊંચું રાખ. હે સુંદરી! નંદન વનમાંથી લાવેલ ચંદન દ્રવને ઊંચે રાખ. ભદ્રશાલવનની ભૂમિમાંથી લાવેલ માટી સહિત દુર્વાને ધારણ કર. ખરેખર ! એકઠા થયેલા લોકોની નેત્રશ્રેણીવડે થયેલ છે જંગમ તેરણ જેને એવા આ ત્રણ જગતમાં ઉત્તમ, ઉત્તરીય વડે ઢંકાયેલ છે સમસ્ત દેહ જેમને એવા, ગંગાના તરંગની અંદર રહેલા રાજહંસા જેવા વર તરણદ્વારે ઊભા છે, પવનવડે એમના પુષ્પ પડે છે, ચંદન સુકાય છે, તેથી હે સુંદરી! ઉતાવળ કર. દ્વારને વિષે વરને રેક નહિ, રોક નહિ.
હવે તે સુંદરી દેવાંગનાઓ મટેથી ધવલમંગળ ગાતે છતે ત્રિજગપૂજ્ય વરને અર્થ આપે છે. એક સુંદરી અવાજ કરતા ભુજકંકણ સહિત રવૈયાવડે ત્રણ વખત ત્રિજગત્પતિના કપાલને ચુંબન કરે છે.
પ્રભુને વિવાહ મહોત્સવ હવે પ્રભુ પાદુકા સહિત વબા પગ વડે હિમકપરની લીલાવડે અગ્નિસહિત શરાવ–સંપુટને તેડી નાંખે છે. તે પછી તે અર્થ આપનારી સ્ત્રીવડે કંઠમાં નંખાયેલ કસુંબી.