Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પિતાના મિ વડે ઉપહાસપૂર્વક કહેવા કે, હે મિત્ર! શ્રીરત્ન મળવાથી તારે મોટે પદય છે. તેથી ત્યાં જા, તે પંગૂ પ્રિયા તારે સર્વથા પિષણ કરવા લાયક છે.
તેથી વિલખા થયેલા દીન મુખવાળો તે દુદત કુમાર ત્યાંથી કેમે કરીને ચાલ્યા ગયે.
હવે લેતાર્ગલ પુરથી તે વજસંઘ પણ તે વખતે ત્યાં આવ્યો હતે. તે ચિત્રપટમાં આલેખેલા પિતાના ચરિત્ર જોઈને મૂચ્છ પામ્યો. પંખાથી વાયુ નાંખવાથી અને પાણી છાંટવાથી તે ઉઠડ્યો. જાણે તરત જ સ્વર્ગમાંથી આવ્યું હોય તેમ તે જાતિસ્મરણ જ્ઞાનવાળે થયે.
તે વખતે પંડિતાએ પૂછયું કે—હે કુમાર ! આ ચિત્રપટ જોઈને તું કેમ મૂચ્છ પામ્યું?
આ પ્રમાણે પછવાથી વજબંઘ કહે છે કે હે ભદ્ર! આમાં પ્રિયા સહિત મારા પૂર્વભવનું ચરિત્ર આલેખેલું છે. તે જોઈને હું મૂચ્છ પાપે. ચિત્રપટમાં આ જોઈને ઈશાન કલ્પ છે, આ શ્રીપ્રભ વિમાન છે, આ હું લલિતાંગ નામે દેવ છું, આ મારી સ્વયંપ્રભા નામની પ્રિયા છે, આ બાજુ ધાતકીખંડમાં નંદી ગામમાં મહાદરિદ્રના ઘરમાં આ નિર્નામિકા નામે પુત્રી છે, અહીં અંબર તિલક પર્વત ઉપર ચઢેલી તે યુગંધર મહામુનિની આગળ અનશન ગ્રહણ કરી રહી છે, અહીં હું તેને પિતાનું રૂપ બતાવવા આવ્યો છું, મારામાં રક્ત તે મરીને આ અરેખર સ્વયંપ્રભા થઈ છે, અહીં નંદીશ્વર દ્વીપમાં હું