Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઇષભનાથ ચરિત્ર
નહવરાવે છે, પછી ગંધકષાય વસ્ત્રવડે તેઓના અંગેને સાફ કરે છે. તે પછી ગોશીર્ષચંદનના રસ વડે વિલેપાર કરે છે. દેવદૂષ્ય વસ્ત્રો અને વિજળીના પ્રકાશ, સરખા વિચિત્ર આભરણે તે બંનેને પહેરાવે છે. પછી ઉત્તરદિશાના ચોતરા ઉપર લઈ જઈને સિંહાસન ઉપર ભગવતઃ અને ભગવંતની માતાને બેસાડે છે. તે પછી ચુદ્ઘહિમવંત પર્વત ઉપસ્થી અભિયોગિક દેવ પાસે ગશીર્ષચંદનના કાષ્ટ મંગાવે છે. તે પછી અરણકાષ્ઠ વડે અગ્નિ ઉત્પન્ન કરીને શીર્ષચંદન વડે હેમ કરીને તે અગ્નિની ભમ વડે રક્ષાપોટલી તેઓને બાંધે છે, “પર્વત સમાન આયુવાળા થાઓ.” એ પ્રમાણે કહીને તેઓ પ્રભુના કાનની પાસે બે પત્થરના ગેળાઓ પરસ્પર આસ્ફાલન કરે છે. તે પછી પ્રભુને અને મરુદેવાને સૂતિકાભવનમાં શમ્યા ઉપર સ્થાપન કરીને મંગળ ગાતી તેઓ ઊભી રહે છે.
આ દિકુમારિકાઓ ચાર હજાર સામાનિક દે, ચાર મહત્તરાદેવીઓ, સોળ હજાર અંગરક્ષક, સાત સૈન્ય, સાત સેનાધિપતિ, અને અન્ય મહર્થિક દેવે સાથે રાલિંગિક દેવોએ વિકલા જન પ્રમાણ વિમાને વડે જિનેશ્વરના જન્મગૃહને વિષે આવે છે.
(દિકકુમારીઓએ કરેલ જન્મત્સવ સમાપ્ત)