Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૪૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
છે. મસ્તકને વિષે ભમરા જેવા શ્યામ ગૂંથેલા કોમળ અને સ્નિગ્ધ એવા કેશો યમુનાના તરંગની જેમ શોભે છે.
પ્રભુના દેહને વિષે ત્વચા (= ચામડી) ગેરેચનના ગર્ભના જેવી ગૌર, સ્નિગ્ધ, નિર્મળ સુવર્ણના દ્રવથી વિલેપન કરેલી હોય એવી શેભે છે. પ્રભુના શરીરમાં કમળ, ભ્રમર સરખા શ્યામ રૂંવાટા કમળતંતુની જેમ પાતળાં શોભે છે.
એ પ્રમાણે અન્યને સાધારણ નહીં એવા વિવિધ લક્ષણથી લક્ષિત પ્રભુ રત્નવડે રત્નાકરની જેમ કે ને સેવનીય ન થાય?
પ્રભુનું દેવોએ કરેલા સંગીતનું જોવું
મહેન્દ્ર વડે અપાયે છે હાથ જેને, યક્ષે જેને ચામર વાંજી રહ્યા છે, ધરણેન્દ્ર જેનું દ્વારપાળપણું કરે છે, વરુણ જેને છત્ર ધારણ કરે છે એવા પ્રભુ “જીવ જીવ એ પ્રમાણે બોલતા દેવગણેથી ચારે તરફથી પરિવરેલા ગર્વ રહિત સુખપૂર્વક વિહરે છે.
બલીન્દ્રના મેળામાં ચરણ સ્થાપન કરી, અમરેન્દ્રના બાળારૂપી પલંગમાં ઉત્તરદેહ (=ઉપરનો દેહ) સ્થાપન કરી, દેવડે લવાયેલા આસન ઉપર બેઠેલા, હસ્તશાટિકા
ન્મ હાથમાં છે એવી અપ્સરાઓ વડે બને બાજુએ સેવા કશા સારી આસકિતથી રહિત એવા દિવ્ય સંગીતને જુએ છે.