Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૭
એક વખત બાળપણાને અનુરૂપ ક્રિીડાવડે કીડા કરતું કોઈક યુગલ તાડના વૃક્ષની નીચે ગયું. તે વખતે દૈવના દુર્યોગથી યુગલમાંના પુરુષના મસ્તક ઉપર મોટું તાડનું ફળ એરંડા ઉપર વિજળીના દંડની જેમ પડે છે, કાકતાલીય ન્યાયવડે મસ્તકને વિષે હણાયેલ તે યુગલિક બાળક પ્રથમ અકાળ મૃત્યુવડે મરણ પામી મંદકષાયવાળે હોવાથી સ્વર્ગમાં ગયે. પ્રથમ મૃત્યુ પામેલા યુગલિકના શરીરને ઉપાડીને મહાપક્ષીઓ ઉપાડીને તરત જ સમુદ્રમાં ફેંકતા હતા, અવસર્પિણીના હાનિ પામતા સ્વભાવથી તે વખતે તે કલેવર તેમજ રહ્યું.
હવે સાથે ઉત્પન્ન થયેલી બાકી રહેલી તે બાળા સ્વભાવથી મુગ્ધ (= ભેળી) ચપળ નેત્રવાળી ઊભી રહી તેનું જનકયુગલ તે બાળિકાને લઈ જઈને પાળે છે. વળી તેનું “સુનંદા” એ પ્રમાણે નામ સ્થાપ્યું. કેટલેક સમય ગયા પછી તેના માતા-પિતા મરીને સ્વર્ગમાં ગયા.
શું કરવું? એમાં મૂંઝાયેલી તે બાળા ચંચળ નેત્રવાળી ટોળામાંથી છૂટી પડી ગયેલી હરિણીની જેમ એકલી વનમાં ભમે છે. સર્વ અવયવોથી સુંદર પવિત્ર લાવણ્યરૂપી અમૃતની નદીની જેવી વનની અંદર એકલી ફરતી તે વનદેવી જેવી શોભે છે. એક વખત યુગલિકે તે મુગ્ધ એવી તેને એકલી જોઈને શું કરવું એમાં મૂઢ થયેલા તેઓ શ્રી નાભિ કુલકરની આગળ લાવે છે. નાભિકુલકર “આ ઝષભકુમારની ધર્મપત્ની થા ? એમ વિચારીને નેત્રરૂપી કૈરવને ચાંદની સમાન એવી તેને ગ્રહણ કરે છે.