Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
ઇંદ્રે કરેલા વિવાહના પ્રસ્તાવ
જ
એ વખતે ઈંદ્ર અવધિજ્ઞાનથી સ્વામીના વિવાહસમયને જાણીને ત્યાં આવે છે. પ્રભુના ચરણકમળને પ્રણામ કરીને સેવકની જેમ આગળ ઊભા રહીને ઈંદ્ર એ હાથ જોડી . આ પ્રમાણે વિનંતિ કરે છે. જે અજ્ઞાની જ્ઞાનસાગર એવા નાથને પેાતાના અભિપ્રાય અને બુદ્ધિ વડે કાયમાં પ્રવર્તાવવા ઇચ્છે છે તે ઉપહાસના સ્થાનને પામે છે. સ્વામી વડે મહાપ્રસાદ વડે હુંમેશાં જોવાયેલા તે જ સેવા કચારેક કાંઈક સ્વચ્છ દપણે પણ ખેલે છે. પ્રભુના અભિપ્રાયને જાણીને જે ખેલે છે તે જ સેવા કહેવાય છે. હે નાથ ! હું તેા અભિપ્રાય જાણ્યા વિના જે છું. તેમાં અપ્રસન્ન થશે। નહિ. હું' માનું છું કે–ભગવંત ગવાસથી માંડીને રાગ વગરના, અન્ય પુરુષાથેની અપેક્ષા વિના ચાથા મેાક્ષ પુરુષાને માટે તત્પર છે. તે પણુ હે નાથ ! લેાકેાને વ્યવહાર માર્ગ, મોક્ષમાર્ગની જેમ તમારે જ સારી રીતે બતાવવાના છે, તેથી લેકવ્યવહાર માટે તમારા વડે કરાતા પાણિગ્રહણના મહેાત્સવને હુ ઇચ્છું છું. હે સ્વામિન્ ! પ્રસન્ન થાઓ. હે વિભુ ! ભુવનમાં આભૂષણરૂપ, પેાતાને અનુરૂપ રૂપવતી સુમંગલા અને સુનંદા દેવીઓને પરણવા માટે તમે ચાગ્ય છે.
"
સ્વામી પણ અવધિજ્ઞાનથી ત્યાશી લાખ પૂર્વ સુધી પેાતાના નિકાચિત ભાગફળવાળા કને અવશ્ય ભાગવવાનુ છે એથી મસ્તક કપાવતા સ્વામી તે વખતે સાય કાળે. ક્રમળની જેમ અધામુખવાળા રહે છે.