Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૨૬
શ્રી ઋષભનાથ ચરિત્ર મહોત્સવ કરવા માટે ઇંદ્રની જેમ નંદીશ્વરદ્વીપમાં વિમાન સંહારીને ચમરેન્દ્ર મેરુશિખર ઉપર આવ્યો.
આ પ્રમાણે બલિચંચા નગરીને અસુરોને સ્વામી બેલીન્દ્ર, મહામ નામના સેનાપતિ પાસે મહીઘસ્વરા નામની ઘંટા વગડાવે છે, તે પણ સાઠ હજાર સામાનિક દે, તેનાથી ચાર ગણું આત્મરક્ષક દેવ અને ત્રાયશ્ચિંશક દેવો વડે પરિવરેલો ચમરેંદ્રની જેમ મેરુપર્વત ઉપર આવ્યો.
આ પ્રમાણે ધરણનાગૅદ્ર પાયદળ સેનાના અધિપતિ - ભદ્રસેન પાસે મેઘસ્વરા નામની ઘંટ વગાડવા વડે પ્રતિબંધ કરાયેલા છ હજાર સામાનિકદેવ, ચાર ગુણ આત્મરક્ષક દેવ, છ પટરાણી, અને બીજા પણ નાગકુમાર દે વડે પરિવરે પચીશ હજાર યોજન વિસ્તારવાળા અને અઢીસો
જન ઊંચી ઈંદ્રવજેથી વિરાજિત વિમાનરત્નમાં ચઢીને ભગવંતના દર્શન માટે ઉત્સુક ક્ષણવારમાં મેરુપર્વત ઉપર આવ્યો. '
- ભૂતાનંદ નાચેંદ્ર પણ પાયદળ સૈન્યના અધિપતિ - દક્ષ પાસે મેઘસ્વરા ઘંટા વગડાવી પ્રબોધ પામેલા સામાનિક દેવોના સમૂહથી પરિવરે આભિગિક દેવે વિકલા શ્રેષ્ઠ વિમાનમાં ચઢીને ત્રણ જગતના નાથથી પવિત્ર થયેલા મેરુપર્વત ઉપર આવ્યા.
આ પ્રમાણે વિઘુકુમારના હરિ અને હરિસ્સહ છે. ઇંદ્ર, સુવર્ણકુમારના વેસુદેવ અને વેણુદારી, અગ્નિકુમારના