Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૩૧
काहलारवस बद्ध खरमुहिसर, पूरियाऽसख-सखुत्थ-व निब्भरं । पलयकालेव गज्जतघणबदय, . ताडियं सुरेहिं चाउविहाउजय ॥२॥
“દુંદુભિ, પટહ, ભંભા અને હુડકથી વ્યાપ્ત, વેણ અને વીણાના શબ્દથી મિશ્ર, જેમાં માદળ વાગી રહેલા છે એવા, ઝાલર, કરંટ, અને કાંસીજડાના શબ્દથી મનોહર, ઘેિર અને ગંભીર ભેરીના અવાજથી પ્રચંડ, કાહલના અવાજ સાથે જોડાય છે ખરમુખીનો સ્વર જેમાં, ફેંકાયેલા અસંખ્ય શંખોમાંથી ઉત્પન્ન થયેલા અવાજથી નિર્ભર, જાણે પ્રલયકાળને વિષે ગર્જના કરતો મેઘને સમૂહ હોય એવા ચાર પ્રકારને વાજિંત્રોને દેવતા વગાડે છે. ૧-૨
કેટલાક દેવ ચાર પ્રકારના વાજિંત્રો વગાડે છે, કેટલાક દેવો ગંધને લીધે ભેગા થયેલા ભ્રમરના સમૂહથી અત્યંત મનોહર એવા મંદારપુ મૂકે છે, કેટલાક મલ્લની જેમ પાદપ્રહાર કરે છે, બીજા સુંદર કંઠપૂર્વક સુંદર શબ્દ ગાય છે. કેટલાક ઉત્તરાલ તાપૂર્વક રાસડા ગાય છે. આ પ્રમાણે કેટલાક દેવ હર્ષના પ્રકર્ષથી કરનૃત્ય કરે છે, કેટલાક મદથી વિહુવલ એવા હાથીની જેમ ગર્જના કરે છે, કેટલાક સાંભળવામાં મને હર લાગે એવા અશ્વને હેકારવ કરે છે, કેટલાક ગલદર કરે છે. બીજા મુષ્ટિવડે પૃથ્વીતલ ઉપર પ્રહાર કરે છે, કેટલાક સિંહનાદ કરે છે, કેટલાક દેવો તે જ સમયે ઇન્દ્રની પાસે કળશે