Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથઃ રિષ
અચ્યુતકલ્પના: ઇદ્દે કરેલ અભિષેક મહાત્સવહવે. અચ્યુતેન્દ્ર આભિચાગિક દેવોને “ જિનેશ્વરના જન્માભિષેકના ઉપકરણ વગેરે લાવો” એ પ્રમાણે આદેશ કરે છે.
હર્ષિત ચિત્તવાળા તે દેવા ઈશાનખૂણામાં કાંઈક ખસીને ક્ષણવારમાં વૈક્રિય સમુદ્ઘાતવડે ઉત્તમ પુદૃગલા ખેંચીને ૧૦૦૮ સુવર્ણકળશે, ૧૦૦૮ રૂપાના કળશેા, ૧૦૦૮ રત્નના કળશે, એ પ્રમાણે સુવણુ રૂપાનાં કળશે, સુવણૅ –રત્નના કળશે, રૂપા-રત્નના કળશે, સુવણુ -રૂપારત્નના કળશો, અને માટીના કળશે। ૧૦૦૮–૧૦૦૮ વિષુવે છે.
તેમજ કળશ, દણુ, રત્નકર ડક, સુપ્રતિષ્ટક, થાળ, પાત્રિકા, પુપચ’ગેરી આદિ પૂજાનાં ઉપકરણા કળશની જેમ સુવણુ મય. દરેક ૧૦૦૮ વિષુવે છે.
તે આભિચેાણિક દેવત્તાએ તે કળશે। લઈને ક્ષીરસમુદ્રમાં જાય છે. તેનું પાણી, પુંડરીક–ઉત્પલ અને કોકનદ જાતિનાં કમળેા, પુષ્કર સમુદ્રમાં પાણી અને કમળા, ભરતઐરવત આદિના, માગધ આદિ તીર્થાંનાં જળ અને માટી, ગંગા-સિધુ આદિત્તમ નદીએનાં પાણી, ચુલ્લ હિંસવ'ત પણ તના સરસવ, પુષ્પ, શ્રેષ્ઠ ગંધ, સૌષધિ અને પદ્મદ્રહનાં. જા, તિળ અને સુગધીકમળા ગ્રહણ
કરે છે.