Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
“હે તીર્થનાથ ! ત્રિલોકનાથ ! કૃપારસ સાગર! શ્રી નાભિનંદન ! હે ભગવંત! તમેને નમસ્કાર થાઓ. જન્મથી મતિજ્ઞાન આદિ ત્રણ જ્ઞાન વડે તમે શેભે છે. હે દેવ ! આ ભરતક્ષેત્ર ત્રણેય લેકના મુકુટ સરખા તમારા વડે અલંકૃત થયું છે, તેથી આજે સ્વર્ગ કરતાં પણ ચઢીયાતું છે. હે જગતના નાથ ! તમારા જનકલ્યાણકના મહોત્સવથી પવિત્ર દિવસ પણ તમારી જેમ જીવનપર્યતા વંદનીય છે. હે પ્રભુ! તમારા જન્મ કાર્ય વડે નારકોને પણ સુખ થાય છે. “અરિહતેન ઉદય કોના સંતાપ દૂર કરનાર ન થાય?” હે પ્રભુ ! તમારા ચરણકમળને પામીને હમણું કેણ સંસાર સમુદ્રને તરશે નહીં? અરણ્યમાં કલ્પવૃક્ષની જેમ, મરૂભૂમિમાં નદીના પ્રવાહની જેમ, હે ભગવંત! લેકના પુણ્ય વડે ભરત ક્ષેત્રમાં તમે અવતર્યા. છે.”
આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરીને સૌધર્માધિપતિએ હરિનગમેષિ નામના પાયદળ સૈન્યના અધિપતિને આ પ્રમાણે કહ્યું –જબૂદ્વીપમાં દક્ષિણ ભારતમાં મધ્યખંડમાં મધ્યભૂમિ ભાગમાં નાભિકુલકરની પત્ની મરુદેવાના પુત્ર પ્રથમ તીર્થકર ઉત્પન્ન થયા છે. તેથી તેના જન્મમહત્સવ માટે સર્વ દેવેને બેલા.
તે પછી તે સેનાધિપતિ એક જન પ્રમાણ ઘેરાવાવાળી, અતિ અદ્દભુત સ્વરવાળી સુષા નામની ઘંટાને ત્રણ વખત ઉછાળતા વગાડે છે, તે પછી તે ઘંટાના