Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ક્રોડાકોડ દેવા વડે, અન્ય વિમાના વડે અને ઘણા પ્રકારનાં બીજા વાહને વડે વિસ્તારવાળા પણ આકાશ માર્ગ અત્યંત સાંકડા થઈ ગયેા.
૧૩
તે વિમાન ગગનતળમાંથી ઉતરતું, સમુદ્રમાં મહા ધ્વજપટવાળા યાનપાત્રની જેમ શેાલે છે. આ પ્રમાણે અસંખ્ય દ્વીપસમુદ્રોને અનુક્રમે એળગીને ન ંદીશ્વર દ્વીપમાં આવે છે, ત્યાં ઈંદ્ર અગ્નિ દિશામાં જઈને રતિકર પત ઉપર તે વિમાનને સક્ષેપ કરીને જ બુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધ ક્ષેત્રમાં, મધ્ય ખંડમાં જ્યાં પ્રથમ જિનેશ્વરનું જન્મ ભવન છે ત્યાં આવે છે. દિવ્ય એવા તે શ્રેષ્ઠ વિમાન વડે જિનેશ્વરના જન્મગૃહને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને તે વિમાનમાંથી ઉતરીને પ્રસન્ન મનવાળા ઈંદ્ર આઠ અગ્રમહિષી અને ચેાસઠ હજાર સામાનિક દેવેા સાથે જ્યાં તીર્થંકર અને તીથંકરની માતા છે ત્યાં આવે છે. પ્રભુને જોતાં વેંત જ નમસ્કાર કરે છે. તે પછી માતા સહિત ભગવંતને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ફરીથી નમસ્કાર કરે છે. નમસ્કાર કરી મસ્તકે બે હાથ જોડી ભક્તિવાળા ઇંદ્ર મરુદેવા સ્વામિનીની સ્તુતિ કરે છેઃ—
હે દેવી! હે રત્નકુક્ષીધરા ! હું જગતને પ્રદીપ આપનાર ! તમને નમસ્કાર હા. હે જગતની માતા ! તમે. ધન્ય છે, પુણ્યવતી છે, તમે જ સફળ જન્મવાળા છે, તમે જ ઉત્તમ લક્ષણવાળા છે, પુત્રવતી સ્ત્રીઓમાં તમે જ ત્રણ ભુવનમાં પવિત્ર છે, જેમણે અભ્યંતર અંધકારના