Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૮૩
વાળ અને સાઠ વર્ષના આયુષ્યવાળા, ચોથા સમવાયાંગને ધારણ કરનાર સ્થવિરેની ભક્તિ વડે પાંચમા પદને આરાધે છે. ૬. અર્થની અપેક્ષાએ પિતાના કરતાં વધારે શ્રતને ધારણ કરનારાઓને હંમેશાં અન્ન-વસ્ત્ર આદિ આપવાથી વાત્સલ્ય કરવા વડે છઠ્ઠા પદને સેવે છે. ૭. ઉત્કૃષ્ટ તપ કર્મમાં રક્ત તપસ્વીઓની ભક્તિ અને વિશ્રામણ કરવા વડે સાતમા પદની આરાધના કરે છે. ૮. દ્વાદશાંગી સૂત્રને વિષે હંમેશાં વાચના વગેરે વડે સૂત્ર-અર્થ અને તદુભગત જે જ્ઞાનોપોગ, તે રૂપ આઠમા પદને આરાધે છે. ૯. શંકા આદિ દોષથી રહિત, સ્થિરતા આદિ ગુણથી ભૂષિત શમ આદિ લક્ષણ રૂપ સમ્યગ્રદર્શનને નવમા પદે આરાધે છે. ૧૦. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને ઉપચાર વડે કમેને દૂર કરવાથી વિનય રૂપ દશમા પદને આરાધે છે. ૧૧. ઈચ્છા–મિથ્યાકાર આદિ આવશ્યક પગમાં યત્ન વડે અતિચારનો ત્યાગ કરે તે અગ્યારમું પદ છે. ૧૨. અહિંસા આદિ સમિતિ વગેરે મૂળ અને ઉત્તર ગુણમાં જે નિરતિચાર પ્રવૃત્તિ બારમું પદ છે. ૧૩. પ્રમાદનો ત્યાગ કરવા વડે ક્ષણે ક્ષણે અને લવે લેવે જે શુભધ્યાનનું કરવું તે તેરમું પદ છે. ૧૪. મન અને શરીરને બાધા ન થાય તે રીતે યથાશક્તિ નિરંતર તપ કરવો એ ચૌદમું પદ છે, ૧૫ મન-વચનઅને કાયાની શુદ્ધિથી તપસ્વીઓને યથાશક્તિ અન્ન આદિ આપવા તે પંદરમું પદ છે. ૧૬. આચાર્ય વગેરે દેશનું ભાત-પાણું–આહાર–આસને આપવા વગેરેથી વેયાવચ્ચસેવાનું જે કરવું તે સોળમું પદ છે. ૧૭. શ્રમણ આદિ