Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
ઉદ્દેશ બીજો
કુલકરોની ઉત્પત્તિ
આ જ`મૃદ્વીપના પશ્ચિમ વિદેહમાં શત્રુએ વડે અપરાજિત એવી નામ વડે અપરાજિતા નગરી છે. તે નગરીમાં લક્ષ્મી વડે ઈશાનઈંદ્ર જેવા ઈશાનચંદ્ર નામે રાજા હતા.
શ્રેષ્ઠિ ચંન્દ્વનદાસના પુત્ર સાગરચંદ્ર
તે નગરીમાં લક્ષ્મી વડે શેાભાવાળી ધામિક જનેામાં મુખ્ય, નગરીના લેાકેાને પ્રિય ચંદનદાસ નામે શ્રેષ્ઠી છે. તેને જગતના નેત્રોને આનંદ આપનાર સમુદ્રને ચ'દ્રની જેમ સાગરચંદ્ર નામે પુત્ર હતા. તે સરળ સ્વભાવવાળા, વિવેકી, હમેશાં ધમ ક્રિયાશીલ સકળ નગરજનેાના મુખના આભૂષણરૂપ હતા.
એક વખત તે ઈશાનચંદ્ર રાજાના દર્શન માટે સેવા માટે આવેલા અનેક સામત રાજાએથી વિરાજિત રાજસભામાં ગયા. તે વખતે ઈશાનચંદ્ર રાજાએ આસનતાંબૂલ આપવા વગેરેથી સત્કાર કરવાપૂર્વક પિતાની માફક મહાસ્નેહ વડે તેને જોચેા.