Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૯૫
દુઃખવડે દુઃખી થયેલે સાગરચંદ્ર ફરીથી ગદ્ગદપણે તેને કહે છેઃ હે મિત્ર! જે ન કહી શકાય તેવું ન હોય તો તે ઉદ્વેગનું કારણ મને કહે, મને દુઃખને ભાગ આપીને હમણાં અલ્પ દુઃખવાળે તું થા. " અશકદત્ત પણ કહે છે કે-મારા પ્રાણ સમાન તું હોવાથી તેને બીજું પણ ન કહી શકાય તેવું કાંઈ પણ નથી. અને આ વૃત્તાંત તો વિશેષે કરીને, હે મિત્ર! તું જાણે છે કે આ જગતમાં સ્ત્રીઓ અનર્થોની ખાણ છે.
- સાગરચંદ્ર પણ કહે છે કે–એમ જ છે. શું તું હમણાં સાપ જેવી કોઈ સ્ત્રીના વિષમ સંકટમાં પડ્યો છે?
અશોકદત્ત પણ કૃત્રિમ લજજા કરતો કહે છે કેતારી પ્રિયા પ્રિયદર્શના ઘણા સમયથી અજુગતું કહે છે. મેં તે પોતાની મેળે શરમાઈને કયારેક તે અટકશે” એમ વિચારીને આટલા વખત સુધી તેની ઉપેક્ષા કરી. પરંતુ દિવસે દિવસે અસતીપણાને ઉચિત વચનો વડે મને બોલાવતી તે અટકતી નથી. હે ભાઈ! આજે તારી તપાસ કરવા માટે તારા ઘરે હું ગયો, ત્યારે છળમાં તત્પર એવી રાક્ષસીની માફક તેણે મને રોક્યો. કેમે ય કરીને તેના બંધનમાંથી પિતાને છોડાવીને હું અહીં જલદી આવ્યું, તેથી મેં વિચાર્યું કે–આ મને જીવતાં છેડશે નહિ, આથી આજે હું આત્મઘાત કરું ? અથવા મરી જવું એ પણ ઉચિત નથી, કારણ કે એ મારા મિત્રને મારી ગેરહાજરીમાં જુદી જાતનું કહેશે તેથી મરવાથી સયું”