Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષથભાથ ચરિત્ર
જીવ બીજે બાહુ નામે, મંત્રિપુત્રને જીવ ત્રીજે સુબાહુ નામે શ્રેષ્ઠી અને સાર્થવાહના જી અનુક્રમે ચોથા અને પાંચમા પીઠ અને મહાપીઠ નામે થયા. તેમ જ કેશવને જીવ સુયશ નામે રાજપુત્ર થયો. તેને બાળપણથી માંડીને વજનાભની ઉપર અત્યંત સ્નેહ છે, કારણકે પૂર્વભવના સંબંધનો સ્નેહ ભવાંતરમાં પણ બધુપણાજ પામે છે. અનુક્રમે તે રાજપુત્રો અને સુયશ વૃદ્ધિ પામવા લાગ્યા. કળાઓને ગ્રહણ કરવામાં પણ તેઓને કલાચાર્ય ફક્ત નિમિત્તરૂપે હતા, કારણકે મહાપુરુષોના ગુણો પિતાની મેળે જ પ્રગટ થાય છે. વજન તીર્થંકર થયા અને વજનાભ ચક્રવતી થયા
હવે લેકાંતિક દેવોએ આવીને વજસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે ભગવંત! તીર્થ પ્રવર્તા. તે પછી, વજન રાજાએ ઈદ્ર સરખા પરાક્રમવાળા વજનાભને રાજ્ય ઉપર બેસાડીને વરવારિકા પૂર્વક સાંવત્સરિક દાન વડે સર્વ લેકેને આનંદ પમાડીને દેવ-અસુર અને રાજાઓએ જેમને દીક્ષા મહોત્સવ કર્યો છે એવા, ઉદ્યાનમાં જઈને સ્વયં બુદ્ધ એવા તે ભગવંત દીક્ષા ગ્રહણ કરે છે. તે વખતે તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. વિવિધ અભિગ્રહને ધારણ કરનાર, આત્મરત, સમતારૂપી ધનવાળા, મમતા ૨હિત, પરિગ્રહરહિત તે ભગત ગ્રામાનુગ્રામ વિચરવા. લાગ્યા. જનાબે પણ દરેક પિતાના ભાઈઓને દેશ વહેંચી આપ્યા. તે બંધુઓ વડે, લેકપાલવડે જેમ ઈદ્ર