Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૭૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
શેભે તેમ તે શેભે છે, સુયશ પણ તેને સારથી થયો.
- હવે વજસેન તીર્થકરને ઘાતિકર્મ રૂપી મળને ક્ષય થવાથી ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે વજનાભરાજાની આયુધશાળામાં સૂર્ય કરતાં વધારે તેજવાળા ચકરને પ્રવેશ કર્યો. બીજા પણ તેર રને અને નવ નિધિ તેને થયા. તેણે સર્વ પુષ્કલાવતી વિજયને સાધી. તેથી સર્વ રાજાઓએ મળીને તેને ચક્રવતિપણાને અભિષેક મહત્સવ કર્યો. ચક્રવતિપણાના કામભેગને ભેગવતાં છતાં પણ તેને વયની વૃદ્ધિ સાથે ધર્મમાં બુદ્ધિ પણ અધિક અધિક વધવા લાગી.
એક વખત વજસેન જિનેશ્વર જગતના પ્રાણીઓને પરમ આનંદને ઉત્પન્ન કરતા સાક્ષાત મેક્ષની જેમ વિચરતા ત્યાં આવ્યા. દેએ રચેલા સમવસરણમાં ચૈત્યવૃક્ષની નીચે સિંહાસન ઉપર બેસીને ધર્મદેશના
તે વખતે જિનેશ્વરના આગમનના સમાચાર સાંભળીને બંધુઓ સાથે વજનાભ પણ જગતના બંધુ એવા જિનેશ્વર ભગવંતના ચરણકમળ પાસે આવ્યા. તે જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને, પ્રણામ કરીને ઇંદ્રને લઘુબંધુ હોય તેમ તેની પાછળ બેઠે.
તે ભવ્યજનોના મનરૂપી છીપને વિષે બોધિરૂપી મેતીને ઉત્પન્ન કરનારી સ્વાતિનક્ષત્રની વૃષ્ટિ સરખી દેશનાને સાંભળે છે. ભગવંતની વાણુને સાંભળતે હર્ષના