Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મેરુપર્વતપણ જાનું પ્રમાણ કરી શકે છે. તેઓને લધિમા શક્તિનું તેવા પ્રકારનું સામર્થ્ય થયું કે જેથી પવનના લાઘવને પણ તેઓ ઉલ્લંઘન કરતા હતા. તેઓના દેહની. ગરિમાશક્તિ વજકરતાં પણ ચઢીયાતી હતી, જેથી ઇન્દ્રાદિવડે પણ જે સહન કરી શકાય નહિ, તેઓની પ્રાપ્તિ શક્તિ તેવી હતી કે જે શક્તિવડે વૃક્ષના પાંદડાની જેમ તેઓ આંગળી વડે મેરુશિખર અને ગ્રહ આદિને સ્પર્શ કરી શકતા હતા. પ્રાકામ્ય ગુણ વડે તેવી શક્તિ પ્રગટ થઈ કે જેથી દૂર જતુએ પણ તેઓની પાસે પ્રશમ પામતા હતા.
બીજી પણ અનેક અદ્ધિઓ તેઓને ઉત્પન્ન થઈ તે. આ પ્રમાણે–અપ્રતિઘાત–પણાના ગુણુ વડે પર્વતની મળે. પણ છિદ્રની જેમ તેઓ જાય છે, અંતર્ધાન ગુણવડે તે સાધુઓ પવનની જેમ સર્વત્ર અદશ્યપણું પામે છે. કામરૂપી પણાના ગુણવડે તેઓ પોતાના જુદા જુદા રૂપિવડે લેકને ભરી દઈ શકતા હતા. તેઓની જે બીજબુદ્ધિની ઋદ્ધિ એવી હતી કે તે એક અર્થના બીજથી અનેક અર્થના બીજને ઉત્પન્ન કરનારી હતી તેઓને તેવા પકારની કેકબુદ્ધિ ઉત્પન્ન થઈ કે જેના વડે કોઠારમાં નાંખેલા ધાન્યની જેમ અર્થોના સ્મરણ વિના સૂત્ર અક્ષય. થાય, આદિ-મધ્ય અને અંતમાં રહેલા એક પદને સાંભળવાથી સર્વ ગ્રંથને અવધ થતો હોવાથી તેઓ પદાનસારી હતા, એક વસ્તુને ઉદ્વરને અંતમુહૂર્તમાં શ્રુતસમુદ્રનું