Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૭૭
અતિરેકથી તે શ્રદ્ધાળુ રાજા આ પ્રમાણે વિચારે છે કે—
:
આ અસાર સ`સાર સમુદ્રની જેમ દુસ્તર છે. તેના પણ તારક એવા ત્રિલોકનાથ જિનેશ્વર પ્રળખ પુણ્યવર્ડ પ્રાપ્ત કરવા લાયક છે, જે ભગવંત લેાકેાના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય જેવા છે, અનાદિકાળથી ઉત્પન્ન થયેલ, ચિકિત્સા ન કરી શકાય એવા કમરૂપી વ્યાધિને દૂર કરવામાં મારા પિતા અપૂર્વ ચિકિત્સક છે, અથવા સ દુઃખાના નાશ કરનારા છે. તુલના ન કરી શકાય એવા અનુપમ સુખને ઉત્પન્ન કરનાર, કરૂણામૃતના સમુદ્ર મારા પિતા છે. આવા પ્રકારના ભગવંત મળ્યા છતાં પણ મેાહમાં પ્રમત્ત થયેલા અમારા વડે પેાતાની જાતે જ આ આત્મા રંગાયા છે.
તે પછી તે ચક્રવતી તે ધર્મચક્રવતી જિનેશ્વરને નમ્રપણે ભક્તિના સમૂહથી ગદ્ગદ વાણીવડે વિનંતિ કરે છે કે–હે નાથ ! આજ સુધી મે કામભાગમાં પ્રધાન અને અર્થ સાધવામાં તત્પર એવા નીતિશાસ્ત્રો વડે બુદ્ધિને કદના પમાડી, વિષયેામાં આસક્ત એવા મે. વસ્ત્રાભરણાની ક્રિયાર્ડ નટની જેમ ચિરકાળ સુધી આ આત્માને નચાવ્યેા. મારું આ વિપુલ રાજ્ય અર્થ અને કામના હેતુરૂપ છે, અહીં જે ધનુ ચિંતન કરાય છે તે પણ પાપાનુબંધી છે, તેથી પિતાના પુત્ર થઈને જો સંસારસમુદ્રમાં ભ્રમણ કરું તેા ખીજા સામાન્ય જનની માફ્ક મારા પુરુષાથ કયેા ? જેવી રીતે તમે આપેલા