Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વયંપ્રભા છે, ઈત્યાદિ જે આ પટમાં લખ્યું છે, તે મળતું આવે છે.
હવે પંડિતા તેને પૂછે છે કે- હે ભદ્ર! જે એ પ્રમાણે છે, તે કહે કે પટમાં આ કો સંનિવેશ છે? તે તું પિતે આંગળી વડે બતાવ.
તે કહે છે કે આ મેરુપર્વત છે, પુંડરિકિણ નગરી છે. તેણુએ ફરીથી પૂછયું કે આ કયા મુનીશ્વર છે? તે કહે છે કે તેમનું નામ હું ભૂલી ગ છું.
ફરીથી તે પૂછે છે કે મંત્રી વડે પરિવરેલે આ -ક રાજા છે? આ તપસ્વિની કેણ છે?
તે કહે છે કે હું જાણતા નથી.
તેણીએ જાણ્યું કે આ કેઈ કપટી છે. તેથી તે ઉપહાસપૂર્વક કહે છે કે-હે પુત્ર! આ તારા પૂર્વ ભવના ચરિત્રને મળતું છે. તું લલિતાંગ દેવ છે. તારી પત્ની સ્વયંપ્રભા નંદિ ગ્રામમાં કર્મષથી હમણાં પંગુ થયેલી ઉત્પન્ન થઈ છે. જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી પિતાનું ચરિત્ર પટમાં આલેખીને તેણીએ આ પટ ધાતકી ખંડમાં ગયેલી મને આપે છે. તે પાંગળીની દયા વડે મેં તને શેળે છે, તેથી આવ, તેની પાસે તને લઈ જાઉં. હે પુત્ર! દીન એવી તે તારા વિગ વડે કષ્ટપૂર્વક જીવે છે. તેથી પૂર્વ જન્મની પ્રિયાને આજે આશ્વાસન પમાડ.
- આ પ્રમાણેકહીને પંડિતા મૌન રહે છતે તે માયાવી