Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનામ ચરિત્ર
૧
માટે પ્રયત્ન કરીશ, કારણકે રાગ જાણ્યા વિના કયારેય ચિકિત્સા થઈ શકતી નથી.
માતાની જેમ તેનાં વચન સાંભળીને તે પણ પૂર્વજન્મ સંબંધી પેાતાનુ' વૃત્તાંત તેની આગળ કહે છે. ઉપાયમાં કુશળ પડતા, શ્રીમતીનુ' તે વૃત્તાંત પટ ઉપર આલેખીને નગરમાં દેખાડવા ગઈ.
તે વખતે વજ્રસેન ચક્રવર્તિના જન્મદિવસ હતા. એ સમયે ત્યાં ઘણા રાજાએ આવ્યા હતા. હવે તે પડિતા તે સુદર ચિત્રપટ લઈને રાજમાર્ગ ઉપર પાથરીને ઊભી રહી. ત્યાં શાસ્ત્રમાં કુશળ કેટલાક લેાકેા તે પટ જોઈ ને સ્વર્ગ-નીશ્વર આદિ સ્થાનને આગમના અને મળતું જોઈને વખાણવા લાગ્યા. વળી ખીજા મહાશ્રાવકા મસ્તક ધુણાવતા પ્રત્યેક શ્રી અરિહ ંતાની પ્રતિમાએ વખાણે છે. કેટલાક કલાકુશળ લેાકેા પ્રતિક્ષણ આંખ ઝીણી કરી પટને જોતાં ચિત્રની રેખાશુદ્ધિની પ્રશ'સા કરે છે,
આ વખતે દુર્દાંત એવા યાનામવાળા દુન રાજાના પુત્ર ત્યાં આવ્યેા. તે ચિત્રપટને ક્ષણવાર જોઈ ને બુદ્ધિમાન એવા તે ખેાટી મૂર્છાવડે પૃથ્વી ઉપર પડયેા. જાણે સંજ્ઞા પામ્યા હોય એમ તે ઊચેા. લાકોએ મૂર્છાનું કારણ પૂછવાથી તે કપટનાટક કરી વૃત્તાંત કહે છે કે- મારા પૂર્વ ભવનું ચિત્ર કોઈ એ અહી લખ્યુ છે. આ ચિત્રપટને જોવાથી મને જાતિસ્મરણ ઉત્પન્ન થયુ છે. હું લલિતાંગ છું.. આ મારી દેવી.