Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આન પામેલા માત-પિતાએ
જ પ્રમાણે)
નામ કર્યું.
શ્રીમતીને વૃત્તાંત હવે તે સ્વયંપ્રભા દેવી પ્રિયના વિરોગમાં દુઃખથી પીડા પામી ધર્મકાર્યમાં લીન બની કેટલાક કાળે લલિતાંગની જેમ સ્વર્ગમાંથી એવીને આજ વિજયમાં પુંડરીકિણી નગરીમાં વસેન ચક્રવતિની ગુણવતી ભાર્યામાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. માતપિતાએ સર્વલોક કરતાં ચઢીયાતી ભાવાળી હોવાથી તેનું શ્રીમતી એ પ્રમાણે નામ. સ્થાપન કર્યું.
તે અનુક્રમે પાંચ ધાવમાતા વડે લાલન કરાતી. સુકુમાળ અંગવાળી, સુંદર હસ્તપલવવાળી, વૃદ્ધિ પામતી સ્નિગ્ધ કાંતિ વડે નભસ્તળને પ્રકાશતી યૌવન પામી.
એક વખત તે સવભદ્ર નામના પ્રાસાદ ઉપર કીડાવડે ચઢી અગાસીમાં ગઈ. ત્યાં નગરની શેભાને જોતી તેણું મનોરમ ઉદ્યાનમાં સુસ્થિત મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી તેને મહોત્સવ કરવા માટે આવતા દેવેને જુએ છે. જેઈને પૂર્વે મારા વડે આવું કઈ ઠેકાણે જેવાયું છે, એ પ્રમાણે વિચારતી, ઉહાપોહ કરતી, રાત્રિના સ્વપ્નની જેમ પૂર્વના જન્માંતરને જુએ છે. હૃદયમાં પૂર્વ ભવના જ્ઞાનના ભારને વહન કરવા અસમર્થ હોય તેમ તક્ષણ મૂચ્છ પામી પૃથ્વીતલ ઉપર પડી. સખીઓએ.