Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ા
“ યાગ્ય મૂલ્ય લઈ ને અમને ગાશીષ ચંદન અને રત્નકખલ આપે ” એમ તેઓએ વૃદ્ધ વિષ્ણુકને કહ્યું. તેને આપતા તે કહે છે કે- આ બંને વસ્તુનું એકએકનુ મૂલ્ય એક એક લાખ સેાનામહેાર થાય. જો ઈચ્છા હોય તે ગ્રહણ કરો. વળી તમે કહે કે—આ વસ્તુઓ વડે તમારે શું કામ છે?
તેઓ પણ કહે છે કે- મૂલ્ય ગ્રહણ કરે। અને ગાશીષ ચંદન અને રત્નકમલ આપે. આના વડે અમે મહામુનિની ચિકિત્સા કરીશુ એ અમારું પ્રત્યેાજન છે.
તેઓનુ` વચન સાંભળીને વિસ્મયથી વિસ્ફારિત નેત્રવાળા, રોમાંચવડે સૂચવાયા છે આનંદ જેના વડે એવા તે મન વડે આ પ્રમાણે વિચારે છે કે- આમનું ઉન્માદ–પ્રમાદ અને કામેાન્મત્ત એવુ' યૌવન કયાં ? અને વિવેકના આવાસરૂપ વૃદ્ધપણાને ઉચિત એવી એમની બુદ્ધિ કયાં? જરાથી જજરિત દેહવાળા અમારા જેવાને જે ઉચિત છે, તે આશ્ચય છે કે આ કરે છે! એમ વિચારીને તે કહે છે કે-ગાશીષ ચંદન અને રત્નક ખલ તમે ગ્રહણ કરા, હે ભદ્રો ! તમારું કલ્યાણ થાએ. તમારા દ્રવ્ય વડે સયું! આ વસ્તુઓનું મૂલ્ય અક્ષય ધર્મને હું મેળવીશ. સારું થયું કે તમેએ ખંધુની જેમ મને ધર્મના ભાગીદાર કર્યાં. એમ કહીને તે વિશ્વરે ગાશીષ ચંદન અને રત્નકખલ આપીને તે ભાવિત આત્માએ દીક્ષા લીધી અને પરમપદ–માક્ષ પામ્યા.
.