Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હતા. બીજા ઇંદ્રની જેમ સૌત્યામાં વિચિત્ર વસ્ત્ર માણિકચ-સુવણ અને પુષ્પો વડે પૂજા અષ્ટાહ્નિકા મહેાત્સવ. પૂર્વક કરી. તે પછી સ્વજન અને પરિવારને ખમાવી આચાર્યના ચરણકમળમાં મેાક્ષલક્ષ્મીની સખી સમાન પ્રયાને ગ્રહણ કરે છે, વિશુદ્ધિમાં વતુ છે મન જેવુ એવા તે સવસાવદ્યની વિરતિની સાથે જ ચારે ય પ્રકારના આહારનું પચ્ચકખાણ કરે છે. તે પછી નિરંતર સમાધિરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થયેલા ભેાજ્યને ખાતા હોય તેમ, પેયને પીતે હાય તેમ અક્ષીણુ દેહના તેજવાળા, મહાસત્ત્વમાં શિરામણ, જરા પણ ગ્લાનિ
ન પામ્યા.
૪૪
આ પ્રમાણે ઉત્તમ સમાધિવાળા, પચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતા, ખાવીશ દિવસ સુધી અનશન કરીને ઇશાન દેવલાકમાં શ્રીપ્રલ નામના વિમાનમાં શય્યા સંપુટમાં મેઘની અંદર વિદ્યુત્સુ જની જેમ ઉત્પન્ન થયા.
પાંચમા ભવ
લલિતાંગ દેવ અને તેની સમૃદ્ધિ
दिव्वा गई सुसठाणो, सत्तधाउज्झिअंगओ । सिरीस सुउमाल गो, कतिकं तदिगंतरो || ૨૭ || वज्जकाओ महोसाहो, पुण्णलक्खणलक्खिओ । મળવો બોહિનાળી, સવિન્નાળાનો ॥ ૨૮ ॥