Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ષભનાથ ચરિત્ર
પ્રવેશ કરતા પિતાના પુત્ર મણિમાલીને પૂર્વજન્મ સંબંધી જાતિસ્મરણથી “આ મારે પુત્ર છે” તેમ એાળખ્યો, પ્રશાંત આકૃતિને બતાવતે તે અજગર નેહપૂર્વક સાક્ષાત પૂર્વજન્મના પિતાના બંધુની જે આ કઈ છે, એમ મણિમાલીએ જાણ્યું. તે પછી મણિમાલીરાજાએ કઈ અવધિજ્ઞાનથી સંપન્ન મહામુનિવરની પાસેથી તેને પિતાના પિતા તરીકે જાણીને, તેની આગળ બેસીને જિનેંદ્રભાષિત ધર્મ કહ્યો, તે પછી તે અજગર અરિહંતના ધર્મને પામીને અનશન સ્વીકારીને શુભધ્યાનમાં તત્પર મરીને દેવલોક પાપે. પુત્રના નેહથી સ્વર્ગમાંથી આવીને તે દેવે દિવ્ય મુક્તાફળથી મંડિત હાર આપે, તે હાર આજે પણ તમારા હૃદય ઉપર છે.
હરિચંદ્રના વંશમાં તમે, અને સુબુદ્ધિ મંત્રિના વંશમાં હું થો. તેથી માગત સ્નેહભાવથી ધર્મમાં તમને પ્રવર્તન કરાવું છું. વળી જે અકાળે વિજ્ઞપ્તિ કરૂં છું. તેનું કારણ સાંભળે.
સવર્યબુદ્ધિનું અકાળે ઉપદેશનું કારણ - જે કારણથી આજે નંદનવનમાં જગતના ભાવને પ્રકાશનારા, મહામોહરૂપી અંધકાને છેદનારા, એકત્ર મળેલા સૂર્ય-ચંદ્ર જેવા બે ચારણમુનિઓને મેં જોયા. જ્ઞાનાતિશયથી ભતા, ભવ્યજીવોને દેશના કરતા તે બંને મુનિવરેને અવરે મેં તમારા આયુષ્યનું પ્રમાણ પૂછ્યું. તેઓએ તમારું આયુષ્ય ફક્ત એક માસનું કહ્યું. આ