Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભૂત-પ્રેત આદિથી વ્યાપ્ત સ્થાનમાં મંત્રાક્ષરની જેમ દુ:ખના ઘર સમાન સ`સારમાં જિનેશ્વરે કહેલ ધમ જ સંસારનો નાશ કરવામાં ઉપાયરૂપ છે. જીવ હિંસા કયારેય કરવી નહિ,” અતિ ભાર વડે હોડી જેમ સમુદ્રમાં ડૂબે, તેમ પ્રાણીએ હિંસા વડે નરકમાં જાય છે, ‘અસત્યને હંમેશાં ત્યાગ કરવા,’ કારણ કે જૂઠ એલવાથી પ્રાણીઓ સસારમાં લાંબે કાળ રખડે છે. કોઈની વસ્તુ આપ્યા સિવાય લેવી નહિ,' કારણ કે અદત્તાદાનથી કૌવચના ફળના સ્પર્શીની જેમ કયારેય સુખ મળતું નથી. મૈથુનના સર્વથા ત્યાગ કરવા’ કારણ કે અબ્રહ્મના સેવન વડે ગળામાં પકડીને ૨'કની જેમ માણસ નરકમાં ફેંકાય છે. પરિગ્રહ રાખવા નહિ,’ કારણ કે પરિગ્રહના લીધે અતિ ભાર વડે બળદની જેમ આત્મા દુઃખરૂપ કાદવમાં ડૂબે છે. જે આ હિંસા વગેરે પાંચના દેશથી ત્યાગ કરે, તે ઉત્તરાત્તર કલ્યાણની સ’પદ્માને પામે છે.
નિર્દેમિકાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનરાન કરી તે લલિતાંગ દેવની સ્થય પ્રભાદેવી થઈ
હવે તે નિર્નામિકા સસારના ભયથી ત્રાસ પામી, શુદ્ધ સંવેગને પામી, રાગ-દ્વેષરૂપી કમની ગાંઠને ભેદીને મહા મુનિની પાસે સમ્યગ્દર્શન પામે છે. ભાવથી જિનેશ્વરે કહેલા ગૃહસ્થ ધમ ને સ્વીકારે છે, પરલેાકના માગ માં ભાતારૂપ પાંચ અણુવ્રત સ્વીકારીને મુનિરાજને પ્રણામ કરીને, લાકડાને ભારો લઈને કૃતકૃત્ય થઈ હોય તેમ