Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૫૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
* કાચા સૂત્રથી બાંધેલા પલંગ ઉપર ચઢવા સમાન વિષયસેવન સંસારભૂમિમાં પડવા માટે થાય છે. સર્વ પ્રાણીઓને પુત્ર-મિત્ર-સ્ત્રી આદિ પરિવારને સંગ એક ગામમાં સાથે રહેનારા સૂતેલા મુસાફર લેક જેવો છે.
રાશી લાખ ચનિ વડે ગહન ભયંકર સંસારમાં ભ્રમણ કરતા જીવને અનંતીવાર પિતાના કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલ દુઃખને સમૂહ પ્રાપ્ત થયેલ છે, લેકમાં વાળના અગ્રભાગ સરખું પણ તેવું કઈ સ્થાન નથી કે જ્યાં જ અનેકવાર દુઃખની પરંપરા પામ્યા ન હોય.
આ પ્રમાણે સાંભળીને નિર્નામિકા બે હાથ જોડીને ભગવંતને કહે છે કે–તમે રાજા–રંક, સુખી-દુઃખી, ધનવાન અને નિર્ધનને વિષે સમાન ભાવવાળા છે, આથી આપને વિનંતિ કરું છું કે આપ પૂજ્ય આ સંસારને દુઃખેની ખાણરૂપે કહ્યો, તે આ લેકમાં મારાથી પણ વધારે દુઃખી શું કઈ છે?
કેવલી કહે છે કે પોતાને દુઃખી માનનારી હે ભદ્રે ! નારક અને તિર્યંચ ગતિમાં રહેલા જીના દુઃખની આગળ તારું દુઃખ શું છે ? બીજા ના દુખને સાંભળ! - પ્રાણીઓ પોતાના કર્મને પરિણામે નરકભૂમિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જ છેદન–ભેદન આદિ વેદનાને સહન કરે છે, પરમાધામી દેવે તેને યંત્ર વડે તલને પીલે તેમ પીલે છે. કેટલાકને લાકડાને ફાડે તેમ કરવત વડે ફાડે છે. કેટલાકને શૂળની શય્યામાં સુવડાવે છે. કેટ