Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
દેરડું લઈને કાષ્ઠને ભારો લાવવા માટે અંબરતિલક પર્વત ઉપર જા.
તે નિર્નામિકા અગ્નિના તણખા જેવી માતાની વાણી વડે બળતી, રેતી રેતી દેરડું લઈને પર્વત તરફ ગઈ.
યુગધરમુનિને કેવળજ્ઞાન અને તેમને ઉપદેશ
તે વખતે ત્યાં પર્વતના શિખર પર એકરાત્રિકી પ્રતિમાને ધારણ કરનાર યુગધર મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હવે ત્યાં નજીક રહેલા દેવતાઓએ તે મુનિરાજના કેવળજ્ઞાન મહોત્સવનો પ્રારંભ કર્યો. પર્વતની નજીક રહેલા નગરવાસી લેકે હું પહેલે, હું પહેલે, એમ સરસાઈ કરવાપૂર્વક ત્યાં તે મહામુનિને વાંદવા નીકળ્યા. જુદા જુદા પ્રકારના વસ્ત્ર અને આભૂષણથી ભૂષિત, મુનિરાજને વંદન કરવા જતા લેકને જોઈને અતિવિસ્મયથી તે નિર્નામિકા ક્ષણવાર ચિત્રમાં આલેખાયેલી હોય તેમ ઊભી રહી. તે પછી તે પરંપરાઓ લેકોના આગમનનું કારણ જાણીને દુઃખના ભારની જેમ કાષ્ઠના ભારને તજી દઈને લેકેની સાથે ચાલતી નિર્નામિકા તે પર્વત ઉપર ચઢી. કારણકે “તીર્થો સર્વને સાધારણ હોય છે. તે મહામુનીશ્વરના ચરણને કલ્પવૃક્ષની જેમ માનતી આનંદપૂર્વક વાંદે છે. “મતિ ખરેખર ગતિને અનુસારી હોય છે.”
હવે જગતના જનું હિત કરનારા તે મુનિવર લેકને મેઘની જેમ આનંદ પમાડતા ગંભીર વાણી વડે ધર્મદેશના કરે છે.