Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૨૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે તેનું વચન સાંભળીને “આના વડે પ્રયાણસમય જણાવા છે એ પ્રમાણે જાણીને ધન સાર્થવાહ પ્રયાણની ભેરી વગડાવે છે. તેથી પ્રયાણભેરીના શબ્દને સાંભળી સાર્થના લકે પોત-પોતાના વાહન વડે ચાલવા. લાગ્યા. ધર્મઘોષસૂરિ પણ મુનિર્વાદથી પરિવરેલા વિહાર કરવા લાગ્યા. ધન સાર્થવાહ પણ ચારે તરફથી શસ્ત્રધારણ કરનારા આરક્ષક પુરુષ વડે રક્ષણ કરાતો નીકળે. અનુક્રમે મહાભયાનક અટવીને નિર્વિક્તપણે પાર કરીને આચાર્ય શ્રી પણ સાર્થપતિની રજા લઈને અન્યત્ર વિહાર કરવા લાગ્યા. કહ્યું છે કે— समणाणं सउणाणं, भमरकुलाणं च गोकुलाणं च । अनिआओ वसईओ, सारइयाणं च मेहाणं ॥९॥
સાધુ, પક્ષી, ભ્રમરકુળ, ગેકુળ અને શરદઋતુના મેઘોનું અવસ્થાન અનિયત હોય છે.” ૯
ધનનું વસંતપુર નગરમાં આગમન સાર્થવાહ પણ ઉપદ્રવરહિતપણે જતો અનુક્રમે વસંતપુર પહોંચ્યું. ત્યાં પિતાનાં કરિયાણું વેચી નવાં કરિયાણું ગ્રહણ કરતો ઘણો સમૃદ્ધિવાળે થશે. તે પછી ધન ગ્રામાનુગ્રામ વિચરતો, પિતાનાં કરિયાણું વેચશે અને નવાં ગ્રહણ કરતો અનુક્રમે પોતાના નગરમાં આવ્યું. રાજાએ પણ બહુમાન કરી તે ધન સાર્થવાહને નગરશેઠનું પદ આપ્યું. અને લોકોને વિષમ કાર્યમાં પૂછવા લાયક અને વિશ્વાસગ્ય થયે.