Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
२८
શ્રી ઋષભનાથ ચરિત્ર
આપીને રાજાએ કરેલા મહાત્સવપૂર્વક યુગપ્રધાન સમાન ગુણગણને ધારણ કરનાર આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે રાજર્ષિ કેવા થયા ? मिउमद्दवसंपन्ने, गम्भीरो सुसमाहिओ ।
विहरइ महि महप्पा, सीलभ्रूण अप्पणा ॥ १५ ॥
• કામળ નમ્રગુણ વડે યુક્ત, ગ’ભીર, ઉત્તમ સમાધિવાળા તે મહાત્મા સદાચારમય આત્મા વડે પૃથ્વી ઉપર વિહાર કરે છે,” ૧૫
આ પ્રમાણે તે મુનિવર ગ્રહણ અને આસેવન શિક્ષા વડે ગુરુવરની પાસે રત્નત્રયને અભ્યાસ કરતા, સર્વત્ર સમચિત્તાપણું વતા, જિતેન્દ્રિય, ક્રોધ આદિ શત્રુ સમુદાયને જીતતા, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત, શાસ્ત્રના પારગામી, સમિતિ-ગુપ્તિથી યુક્ત, દુસ્સહ પરિષùાને સહન કરતા, મૈત્રી-પ્રમેાદ-કારુણ્ય અને માધ્યસ્થ ભાવના ભાવિત ચિત્તવાળા, પરમપદમાં હોય તેમ અમઃ આનંદરૂપ રસસાગરમાં નિમગ્ન, સંયમની આરાધના કરનારા થયા. આ પ્રમાણે અનુક્રમે તે રાજિષ મહાત્મા અને તપ વડે નિર્મળ ચારિત્રની આરાધના કરીને અંતે અનશનવડે પોતાનું આયુષ્ય સારી રીતે પૂર્ણ કરીને સ્વર્ગની સ’પદ્માને પામ્યા.
ધ્યાન
હવે તે મહામળરાજા સૌન્યસહિત અનેક ખેચરાના સમૂહવડે પરિવરેલા ઇંદ્રની જેમ અખંડ આજ્ઞાવાળા પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. તે મનેાહર સ્ત્રીઓથી પરિ