Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
" શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૭
- આ પ્રમાણે સ્વયં બુદ્ધમંત્રી ક્ષણભંગુરવાદી શતમતિના ક્ષણિકવાદનું અને “આ જગત માયામય છે” એમ કહેનારા મહામતિના માયાવાદનું વિવિધ યુક્તિપૂર્વક નિરાકરણ કરીને રાજાને કહે છે કે... હે રાજન ! કામગમાં આસક્ત, વિવાદમાં કુશળ, પુણ્યોદયથી વિમુખ એવા આ લેકોએ તમને છેતર્યા છે. તેથી વિવેકનું આલંબન લઈને કામભેગોને દૂર ત્યજે. આ લેક અને પરલોકના કલ્યાણ માટે ધર્મને જ લેવો.
હવે ધાર્મિક વચન સાંભળવાથી પ્રસન્નચિત્તવાળે રાજા કહે છે કે- હે નિર્મળબુદ્ધિવાળા સ્વયં બુદ્ધ! તે ઘણું સારૂં કહ્યું. અવશ્ય ધર્મ કરવા લાયક છે, અમે ધર્મના વિરોધી નથી, પરંતુ સમયે જ ધર્મ આચરવો જોઈએ.
બાળપણામાં વિદ્યાનો અભ્યાસ કરે, યૌવનમાં વિષયભેગ ભેગવવા, વૃદ્ધપણે મુનિ પણું કરવું.” એથી કામભેગને
યૌવન પામીને તેના ઉચિતની કોણ ઉપેક્ષા કરે ? તે અવસર વિના ધર્મોપદેશ કર્યો, “વીણા વાગતી હોય ત્યારે વેદને ઉચ્ચાર શું શોભે?” ધર્મનું ફળ સગતિ આદિ જે કહ્યું તે સંદિગ્ધ છે, તેથી આ ભવ સંબંધી વિષયામૃતના આસ્વાદના રસને અકાળે તું કેમ નિષેધ કરે છે? સ્વયં બુદ્ધ મંત્રિએ કહેલે રાજાના પિતામહ
અતિબળને વૃત્તાંત હવે સ્વયંબુદ્ધ મંત્રી બે હાથ જોડી વિજ્ઞપ્તિ કરે