Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
૧૧
પુદ્ગલોના ઉપચયથી થાય છે. તાત્પર્ય એ છે કે–ઉત્પત્તિસ્થાને આવેલા જીવે જે પુદ્ગલો ગ્રહણ કરેલાં છે અને પ્રતિસમય બીજાં પણ પુદ્ગલો ગ્રહણ કરાય છે કે જે પુગલો પ્રથમ ગ્રહણ કરેલાં પુગલોના સંબંધથી તે રૂપે પરિણત થતા જાય છે તેઓની આહારાદિ ગુગલોને ખલ અને રસારિરૂપે પરિણમનના કારણભૂત જે શક્તિ-વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે, જેમ ઉદરની અંદર રહેલા પુદ્ગલવિશેષની આહારનાં પુગલોને ખલ અને રસરૂપે પરિણમન કરવામાં કારણભૂત શક્તિવિશેષ હોય છે. તે પર્યાપ્તિઓ છ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ, ૩. ઇન્દ્રિય પર્યાપ્તિ, ૪. પ્રાણાપાનપર્યાપ્તિ, ૫. ભાષાપર્યાપ્તિ, ૬. અને મન:પર્યાપ્તિ. તેમાં જે શક્તિ વડે બાહ્ય આહાર ગ્રહણ કરીને ખલ-વિષ્ટા, મૂત્ર અને રસ-સાર પદાર્થરૂપે પરિણમાવે તે આહારપર્યાપ્તિ. જે શક્તિ વડે રસરૂપ આહારને રસ, લોહી, માંસ, ચરબી, હાડકાં, મજ્જા (હાડકાની અંદર રહેલ ચીકણો માંસ પદાર્થ) અને વીર્ય એ સાત ધાતુરૂપે પરિણમાવે તે શરીરપર્યાપ્તિ. જે શક્તિ વડે ધાતુરૂપે પરિણામ પામેલા આહારને ઇન્દ્રિયોરૂપે પરિણમાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. જે શક્તિ વડે ઉચ્છવાસયોગ્ય વર્ગણામાંથી દલિકો ગ્રહણ કરી ઉગ્લાસરૂપે પરિણાવી તેનું અવલંબન લઈ છોડે મૂકે તે ઉચ્છવાસ પર્યાપ્તિ. જે શક્તિ વડે ભાષા યોગ્ય વર્ગણામાંથી દલિકો ગ્રહણ કરી ભાષાપણે પરિણાવી તેનું અવલંબન લઈ મૂકે તે ભાષાપર્યાપ્તિ. તથા જે શક્તિ વડે મનોયોગ્ય વર્ગણાનાં દલિકો ગ્રહણ કરી મનપણે પરિણાવી
ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ. “ભાષાયોગ્ય-દ્રવ્યગ્રહણનિસર્ગશક્તિનિર્વનક્રિયાપરિસમાપ્તિસ્મૃષાપર્યાપ્તિઃ', ભાષાને યોગ્ય ભાષાવર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરવા અને મૂકવાની શક્તિ-સામર્થ્યને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ભાષાપર્યાપ્તિ. “મનસ્વયોગ્યદ્રવ્યગ્રહણનિસર્ગશક્તિનિર્વર્તનક્રિયાપરિસમાપ્તિર્મન:પર્યાપ્તિ-રિત્યેકે', મનરૂપે પરિણામને યોગ્ય મનોવર્ગણા દ્રવ્યને ગ્રહણ કરવા અને મૂકવાના સામર્થ્યને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે મન:પર્યાપ્તિ એમ કોઈ આચાર્ય ઇન્દ્રિય પર્યાપ્તિથી જુદી મન:પર્યાપ્તિ માને છે, અને ઇન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણ વડે મન:પર્યાપ્તિનું ગ્રહણ કરતા નથી. પણ મન:પર્યાપ્તિને કોઈ માને છે અને કોઈ માનતા નથી—એમ સમજવાનું નથી. આસા યુગપદારબ્ધાનામપિ ક્રમેણ સમાપ્તિ, ઉત્તરોત્તરસૂતરત્નાતુ, સૂત્રદાદિકર્તન-ઘટનવતુ, આ છયે પર્યાપ્તિઓનો એક સાથે આરંભ થાય છે, પણ અનુક્રમે સમાપ્તિ થાય છે. અનુક્રમે સમાપ્તિ થવાનું કારણ જણાવે છે–‘ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી.” જેમકે આહારપર્યાપ્તિ-શરીરથી પર્યાપ્તિ સૂક્ષ્મ છે, કારણ કે તે ઘણાં સૂક્ષ્મ દ્રવ્યના સમૂહથી બનેલી છે. તેથી ઇન્દ્રિયપર્યાપ્તિ વધારે સૂક્ષ્મ છે, તેનાથી પણ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ સૂક્ષ્મ છે. તેથી ભાષાપર્યાપ્તિ સૂક્ષ્મ છે અને તેથી મનઃ-પર્યાપ્તિ વધારે સૂક્ષ્મ છે. તેની ઉત્તરોત્તર સૂક્ષ્મતા દષ્ટાંતથી બતાવે છે–સૂતર કાંતવા અને કાષ્ઠ વગેરે ઘડવાની પેઠે, જાડું સૂતર કાંતનારી અને ઝીણું સૂતર કાંતનારી કાંતવાનો એક સાથે આરંભ કરે. તેમાં જાડું સૂતર કાંતનારી જલદી કોકડું પૂરું કરે અને ઝીણું સૂતર કાંતનારી લાંબા કાળે પૂરું કરે. કાઇ ઘડવામાં પણ આ જ ક્રમ છે. થાંભલા વગેરેનું ચોરસ વગેરે મોટી કારીગરીનું કામ થોડા કાળમાં થાય છે. અને તે જ થાંભલો પત્રરચના અને પૂતળીઓ વગેરે સહિત કરવામાં આવે તો લાંબા કાળે તૈયાર થાય છે. જુઓ—તત્ત્વાર્થટીકા (અ. ૮ સૂ. ૧૨.) પ્રજ્ઞાપના અનુવાદ ૫. ૭૧.
ઔદારિકશરીરીને પહેલી પર્યાપ્તિ પહેલે જ સમયે પૂર્ણ થાય છે. અને ત્યારપછી અંતરઅંતર્મુહૂર્વે અન્ય અન્ય પર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. અને વૈક્રિય તથા આહાર શરીરીને પહેલી પર્યાપ્તિ પહેલા સમયે, ત્યારપછી અંતર્મુહૂર્વે બીજી અને ત્યારપછી સમયે સમયે અનુક્રમે ત્રીજી, ચોથી આદિપર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. સઘળી પર્યાપ્તિઓનો પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત છે.