________________
શ્રાવક ગુલાબચંદજીએ આનો અર્થ બતાવતા લખ્યું છે કે - “નવતત્ત્વને જાણ્યા વગર કેટલાક મનુષ્ય સાધુવેશ પહેરીને સાધુ બની જાય છે, પરંતુ એમને સાધુના આચારની ક્રિયા, શાસ્ત્ર-વચનોની સમજ પડતી નથી. તેઓ માત્ર વેશધારી દ્રવ્ય સાધુ છે. રજોહરણ, ચાદર, પાત્રાદિ સાધુવેશ અનંતવાર ગ્રહણ કર્યા અને ગૌતમ સ્વામી જેવી ક્રિયા મિથ્યાત્વપણામાં કરીને નવરૈવેયક કલ્પાતીત સુધી પહોંચ્યા, પરંતુ કોઈપણ મોક્ષમાર્ગ ફલિતાર્થ થયા નહિ. આ રીતે -
जे समकित बिन में चारित्र नी किरिया रे ।
बार अनन्त करी पिण काज न सरिया रे ॥ આનાથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાત્વ દશાની ક્રિયાથી કોઈપણ મોક્ષમાર્ગની આરાધના માનતા નથી, પરંતુ પોતાના આગમ વિરુદ્ધ પક્ષના આગ્રહમાં પડીને કેટલીક વ્યક્તિઓએ મિથ્યાષ્ટિની ક્રિયાને મોક્ષમાર્ગ કહી દીધો છે. - શું મિથ્યાત્વ દશામાં સંસાર પરિત થાય છે ?
કેટલીક એવી સાંપ્રદાયિક દુરાગ્રહાત્મક માન્યતાઓ સ્થિત થઈ ગઈ છે કે પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વ દશામાં સુપાત્રદાન, દયા વગેરે ક્રિયાથી સંસાર પરિત થાય છે. સુમુખ ગાથાપતિએ સુપાત્રદાન આપીને સંસાર પરિત કર્યા અને મનુષ્યાયનો બંધ કર્યો. મેઘકુમારે જીવને હાથીના ભવમાં સસલાની દયા પાળી અને પરિત સંસાર કર્યો. આ દયા-દાન મિથ્યાત્વ દશામાં કર્યું. જો મિથ્યાત્વની ક્રિયા મોક્ષમાર્ગમાં હોતી નથી, તો તેનાથી સંસાર પરિમિત કેવી રીતે થાય છે ?
પરંતુ ઉપર્યુક્ત માન્યતા સર્વથા મિથ્યા છે. પ્રથમ ગુણસ્થાનવર્તીિ મિથ્યાષ્ટિનો સંસાર પરિમિત થતો નથી, કારણ કે સંસારનું કારણ મિથ્યાત્વ તેમાં વિદ્યમાન છે. સમ્યગુદર્શનનો ઉદય થવાથી જ્યારે મિથ્યાત્વનો વિનાશ થાય છે ત્યારે સંસાર પરિમિત થાય છે. મિથ્યાત્વના હોવાથી સંસાર પરિત થતો નથી. કારણ કે જે ઉપસ્થિતિમાં કાર્ય ન હોવું અસંભવ છે. જ્યારે મિથ્યાત્વરૂપ સંસારનું કારણ વિદ્યમાન છે, તો સંસારનું પરિત થવું કેવી રીતે માની શકાય છે? જ્યાં સુધી મિથ્યાત્વ, મોહ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું ક્ષયોપશમ અથવા ઉપશમ થતું નથી, ત્યાં સુધી સંસાર પરિમિત થતો નથી. અનંતાનુબંધી ક્રોધાદિનું તાત્પર્ય એ છે કે તે અનંત સંસારનું અનુબંધ કરે છે. તેના રહેતા સંસાર પરિમિત થઈ જાય, તે અસંભવ છે. અનંતાનુબંધીનો અર્થ કરતા “સ્થાનાંગ સૂત્ર'ની વૃત્તિમાં કહ્યું છે -
"अनन्तं भवमनुबध्नात्यविच्छिन्नं करोतीत्येवं शीलोऽनन्तानुबन्धी ।" જે ધારા પ્રવાહ - વિચ્છેદ રહિત અનંતકાળ સુધી સંસારને ઉત્પન્ન કરે છે, તેને અનંતાનુબંધી કહે છે. (પર) છે
જિણધમો)