________________
કોઈ સર્વ વિરાધક હોઈ થઈ નહિ. આ પ્રકારે ચોથા ભંગ શૂન્ય રહી જાય છે જે ઈષ્ટ નથી. તેના પણ કોઈ સ્વામી છે, તેથી સંવરરહિત નિર્જરાને મોક્ષમાર્ગમાં માનવું આગમ વિરુદ્ધ છે.
જ્યારે સંવર રહિત નિર્જરા મોક્ષમાર્ગમાં નથી મનાતી ત્યારે ચતુર્થભંગ ખાલી રહેતો નથી, કારણ કે જે પુરુષ શ્રત અને શીલ બંનેથી સર્વથા રહિત છે, તે આ ચૌભંગીના ચોથા ભંગનો સ્વામી હોય છે. આ રીતે બધા મિથ્યાષ્ટિ ચોથા ભંગના સ્વામી છે. કારણ કે એમનામાં મૃત અને શીલ બંને હોતા નથી. - જો પ્રથમ અને ચતુર્થ ભંગ બંનેનો સ્વામી બાળતપસ્વી બતાવવામાં આવે તો આ આગમ વિરુદ્ધ છે.
દ્વિતીય ભંગની વ્યાખ્યા કરતા ટીકાકારે સ્પષ્ટ કહ્યું છે - ___ "देश विराहिए त्ति देशं स्तोकमंशं ज्ञानादि त्रयरूपस्य मोक्षमार्गस्य तृतीय भाग रूपं चारित्रं विराधयतीत्यर्थः ।"
અર્થાત્ રત્નત્રયના ત્રીજા અંશ ચારિત્રની વિરાધના કરવાના કારણે દ્વિતીય ભંગના સ્વામીને દેશ વિરાધક કહેવાય છે. આનાથી આ સ્વતઃ સ્પષ્ટ થાય છે કે આ ત્રણ અંશોમાંથી ચારિત્ર અંશની આરાધના કરવાના કારણે પ્રથમ ભંગના સ્વામી દેશારાધક કહેવાય છે. તેથી પ્રથમ ભંગવાળી વ્યક્તિને વિશિષ્ટ શ્રુતજ્ઞાનથી રહિત ચારિત્ર રૂપ મોક્ષમાર્ગના દેશરાધક સમજવા જોઈએ. ટીકાકારોએ પણ લખ્યું છે -
જતાથ-નિશ્ચિત તારા નિરોડનીતાર્થ ” વિશિષ્ટ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંપન્ન સાધુની નિશ્રામાં ન રહેનાર તપ અને ચારિત્રમાં સંલગ્ન અર્શીતાર્થ સાધુ પ્રથમ ભંગના સ્વામી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે બાળ તપસ્વી પ્રથમ ભંગના સ્વામી નથી.
પ્રથમ ભંગના સ્વામીને બાળ તપસ્વી અને ચોથા ભંગના સ્વામીને અવ્રતી બાળ તપસ્વી માનવું સર્વથા અસંગત છે. કારણ કે પ્રથમ ભંગવાળો બાળ તપસ્વી પણ અશ્રુતી છે, તો પ્રથમ અને ચતુર્થ ભંગમાં કોઈ અંતર રહેતું નથી. તેથી મિથ્યાષ્ટિને દેશારાધક બતાવવું નિતાન્ત અસંગત છે.
“ઉવવાઈ સૂત્ર'માં સ્પષ્ટ રૂપથી અકામ નિર્જરા કરનારને અનારાધક કહ્યા છે. તેથી આ સ્પષ્ટ આધારના હોવા છતાં પણ મિથ્યાષ્ટિને દેશારાધક બતાવવું સર્વથા મિથ્યા છે.
આ સર્વથા નિર્વિવાદ છે કે સમ્યકત્વને પ્રાપ્ત કર્યા વગર ભલે સાધુ જેવા આચાર પાળવામાં આવે, તેનાથી કિંચિત્ પણ મોક્ષમાર્ગની આરાધના થતી નથી. “શ્રાવક ધર્મ વિચાર' પુસ્તકમાં લખ્યું છે ..
"समकित बिन सुध पालियो, अज्ञान पणे आचार । नववेक ऊँचो गयो, नहीं सरी गरज लगार ॥ नव तत्त्व ओलख्यां बिना पहरे साधुरो भेष ।
समझ परै नहीं तेह ने भारी हुवे विशेष ॥" મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથીજો આ જ છે, પ૨૦)