________________
એક બાજુ તો મિથ્યાષ્ટિને કુપાત્ર અને અવંદનીય માનવામાં આવે છે, બીજી બાજુ તેના સમ્યકત્વ રહિત અહિંસા અને સંવરરહિત તપને વીતરાગની આજ્ઞામાં પણ માનવામાં આવે છે. આ સિદ્ધાંત કેટલો પરસ્પર વિરોધી છે ? જો મિથ્યાષ્ટિની દ્રવ્ય અહિંસા અને એમનું અજ્ઞાન રૂપ વીતરાગ આજ્ઞામાં છે, તો તે અવંદનીય અને અપાત્ર કેવી રીતે થઈ શકે છે?
જો એ કહી શકાય કે જે પુરુષનું સંયમની સાથે અહિંસા અને તપમાં સદા મન લાગેલું રહે છે. આ ગાથા તેને દેવ વંદનીય માને છે. તેથી સંયમી પુરુષને વંદના કરવી જ વીતરાગની આજ્ઞામાં છે, તો પછી સંયમી પુરુષની અહિંસા અને તેના તપમાં જ આ ગાથાનો ઉલ્લેખ છે એવું જ માનવું જોઈએ. તેથી સિદ્ધ થાય છે સમ્યકત્વયુક્ત અહિંસા અને સંવરયુક્ત નિર્જરા જ મોક્ષમાર્ગ અથવા વીતરાગની આજ્ઞામાં છે. મિથ્યાત્વીની દ્રવ્ય અહિંસા અથવા અકામ નિર્જરા વીતરાગ દેવની આજ્ઞામાં નથી. “દશવૈકાલિક'ની ઉક્ત ગાથામાં ઉત્કૃષ્ટ મંગલસ્વરૂપ, સર્વશ્રેષ્ઠ, દેવ વંદનીય ધર્મનું કથન છે, તે શ્રત અને ચારિત્ર રૂપ છે, લૌકિક નહિ. આવા અહિંસા, સંયમ અને તપ મિથ્યાષ્ટિમાં હોતાં નથી. તેથી આ ગાથાનો ઉદ્ધરણ જોઈને મિથ્યાષ્ટિમાં અહિંસા તથા તપનું સભાવ બતાવે અને મોક્ષમાર્ગના દેશ આરાધક કહેવું આગમથી વિરુદ્ધ છે. શું મિથ્યાષ્ટિ દેશાધારક છેઃ
મિથ્યાષ્ટિમાં શ્રુત અને ચારિત્ર ધર્મનો અંશ પણ હોતો નથી, તેથી તે અનારાધક જ હોય છે. પરંતુ જે પક્ષ અકામ નિર્જરાની આજ્ઞા માનીને તેને દેશારાધક સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે, તે સર્વથા મિથ્યા અને ભ્રાંતિપૂર્ણ છે. “ભગવતી સૂત્ર'માં આને સ્પષ્ટ કહ્યું છે -
"अन्नउत्थियाणं भंते ! एवमाइक्खंति जाव एवं परूवेंति एवं खुल १. सीलं सेयं २. सुयं सेयं, ३. सुयं सेयं सीलं सेयं । से कह मेयं भन्ते एवं ?
गोयमा ! जनं ते अन्न उत्थिया एव माइक्खंति जाव जे ते एवमाहंसु मिच्छाते एवमाहंसु । अहं पुण गोयमा ! एवमाइक्खामि जाव परुवेमि ।
एवं खलु मया चत्तारि पुरिस जाया पण्णत्ता, तं जहा-सील संपन्नेणाम एगे णो सुय संपन्ने, सुय संपन्ने णाम एगे णो सील संपन्ने, एगे सील सम्पन्ने वि सुय सम्पन्ने वि,
एगे णो सील सम्पन्ने, णो सुय सम्पन्ने । तत्थणं जे से पढमे पुरिस जाए से णं पुरिसेसीलवं असुयवं उवरए अविन्नाय धम्मे, एस णं गोयमा ! मए पुरिसे देसाराहाए पण्णत्ते ।
तत्थणं जे से दोच्चे पुरिस जाए से णं पुरिसे असीलवं सुयवं अणुवरए विन्नाय धम्मे । एस णं गोयमा ! मए पुरिसे देस विराहए पण्णत्ते । મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત કિયા આજ્ઞામાં નથી
પ૨૫