________________
धम्मो मंगल मुक्किट्ठं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥
- દશવૈકા. અ.-૧, ગાથા-૧ આ ગાથામાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મના ઉત્કૃષ્ટ મંગલ બતાવ્યા છે, તથા કહ્યું છે કે - “જેનું મન આવા ધર્મમાં લાગ્યું રહે છે, તેને દેવ પણ વંદન કરે છે.”
પ્રસ્તુત ગાથામાં લોકોત્તર ધર્મનું નિરૂપણ છે, લૌકિક ધર્મનો નહિ. નિર્યુક્તિકારે ધર્મની વ્યાખ્યા કરતા લખ્યું છે -
दुविहो धम्मो लोगुत्तरियो, सुय धम्मो खलु चरित्त धम्मो य । सुय धम्मो सज्झाओ, चरित्त-धम्मो समण धम्मो ॥
દશવૈકા. અ.-૧, નિયુક્તિ ગાથા-૪૩ દશવૈકાલિક સૂત્ર'ની પ્રથમ ગાથામાં કહેલો ધર્મ લોકોત્તર ધર્મ છે. તે બે પ્રકારના હોય છે. એક શ્રત ધર્મ અને બીજો ચારિત્ર ધર્મ. સ્વાધ્યાય-આગમના પઠન-પાઠનને મૃત અને શ્રમણ - સમ્યગુદૃષ્ટિ સાધુના ધર્મ અથવા આચરણને ચારિત્ર કહે છે. આનું તાત્પર્ય એ છે કે પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે વીતરાગ વાણીનો બોધ પ્રાપ્ત કરવામાં આવે છે - તે બોધ જે બીજાને સમજાવવાની યોગ્યતાવાળો થઈ જાય, તેને શ્રત ધર્મ કહે છે. આવા શ્રત ધર્મ અનુસાર કરેલું આચરણ ચારિત્ર ધર્મ કહેવાય છે.
નિયુક્તિકારના આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે કે ઉક્ત ગાથામાં મૃત અને ચારિત્રને જ અહિંસા, સંયમ અને તપ કહ્યા છે. આનાથી ભિન્ન કોઈ લૌકિક અહિંસા અને તપને નહિ. સમ્યકત્વ રહિત દ્રવ્ય અહિંસા અને સંવર રહિત દ્રવ્ય તપને ધર્મ કહ્યો નથી. દ્રવ્ય અહિંસા અને સંવર રહિત તપ તો જીવે અનંત વાર કર્યા છે, પરંતુ તેનાથી સ્વલ્પ પણ મોક્ષમાર્ગની આરાધના થઈ નથી. તેથી ઉક્ત ગાથામાં એમનું કથન ન હોઈ શ્રુત ચારિત્ર ધર્મના અંતર્ગત સમ્યકત્વની સાથે થનારી અહિંસા અને સંવરની સાથે થનાર તપનો ઉલ્લેખ છે. આ ગાથામાં ઉલ્લેખિત અહિંસા અને તપને મિથ્યાષ્ટિમાં બતાવવું આગમના ભાવોને ન સમજવા જેવું છે.
જો સમ્યકત્વ રહિત અહિંસા અને સંવર રહિત તપ મિથ્યાદેષ્ટિમાં હોય છે અને તે વિતરાગની આજ્ઞામાં છે, તો મિથ્યાષ્ટિને વંદન કરવા, તેને દાન-સન્માન વગેરે આપવા પણ વીતરાગની આજ્ઞામાં માનવું જોઈએ અને કથિત અહિંસા-તપ વગેરેના પરિપાલક મિથ્યાષ્ટિને પણ સુપાત્ર કહેવું જોઈએ. કારણ કે આ ગાથા અનુસાર જેનું મન અહિંસા, સંયમ અને તપમાં લાગ્યું રહે છે, તેને દેવતા પણ વંદન કરે છે. પરંતુ જ્યાં સાધુથી બીજાને વંદન-નમન કરવામાં એકાંત પાપ માનવામાં આવે છે, કારણ કે સાધુથી બીજાને કુપાત્ર માને છે. જેમ કે એમના જ ગ્રંથોમાં કહ્યું - “સાધુને ના પાત્ર હૈ, ૩ણે વિયે સત્તા પ્રશ્નતિ ા વંઘ વદ તેમના પ્રશ્નતિ પાપ #t હૈ” (ભ્રમ વિધ્વંસન પૃષ્ઠ૭૯) પૃષ્ઠ ૮૨ પર કુપાત્ર દાન કયા પાપ સમાન છે, તેની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે
કુપાત્રદાન, માંસાદિ સેવન, વ્યસન-કુશીલાદિક આ ત્રણે એક જ માર્ગના પથિક છે.” (૫૨)
છે, જે છે તે જિણધમો)