________________
अण्णाण किरिया तिविहा पण्णत्ता, तंजहामति- अण्णाण किरिया, सुय अण्णाण किरिया, विभंगणाण किरिया । સ્થાનાંગ, ૩, ૩, ૧૨૭
અજ્ઞાન ક્રિયા ત્રણ પ્રકારની કહી છે - મતિ અજ્ઞાન ક્રિયા, શ્રુત અજ્ઞાન ક્રિયા અને વિભંગ જ્ઞાન ક્રિયા. ‘આવશ્યક સૂત્ર’માં અજ્ઞાનને ત્યાગવા યોગ્ય અને જ્ઞાનને આદર યોગ્ય કહ્યું છે - "अन्नाणं परियाणामि नाणं उवसंपज्जामि, मिच्छत्तं परियाणामि सम्मत्तं उवसंपज्जामि ।" સૂત્ર, શ્રમણ સૂત્ર
આવશ્યક
શ્રમણ પ્રતિજ્ઞા કરે છે કે - “હું અજ્ઞાનનો પરિત્યાગ કરું છું અને જ્ઞાનનો સ્વીકાર કરું છું. મિથ્યાત્વને છોડું છું અને સમ્યક્ત્વને અંગીકાર કરું છું.”
-
આ પાઠથી સ્પષ્ટ છે કે અજ્ઞાન અને મિથ્યાત્વ વીતરાગની આજ્ઞાથી બહાર છે, તેથી અજ્ઞાન અને મિથ્યાત્વપૂર્વક જે ક્રિયા કરવામાં આવે છે તે પણ વીતરાગ દેવની આજ્ઞા બહાર છે. આ વિષયને આચાર્ય કુન્દકુન્દે વધુ સ્પષ્ટ કરતા પોતાનાં મૌલિક ગ્રંથ ‘સમયસાર’માં કહ્યું છે " वदणियमाणि धरंता सिलाणि तहा तवं चकुव्वंता । परमट्ठ बाहिरा जे, णिव्वाणं तेण विदन्ति ॥ "
અર્થાત્ વ્રત, નિયમ અને શીલ વગેરેની આરાધના કરનાર અને તપની સાધનામાં રત રહેનાર પણ જો પરમાર્થ અર્થાત્ સમ્યગ્દર્શન અને જ્ઞાનથી રહિત છે. તો તેઓ નિર્વાણ મુક્તિના આરાધક હોઈ શકે નહિ.
સંવર અને નિર્જરા ધર્મ નથી : આ પ્રકારે આગમિક વિભિન્ન પ્રમાણોથી એ સ્પષ્ટ થાય છે કે મિથ્યાત્વ દશામાં કરવામાં આવતી ઉપાસના મુક્તિ-ઉપાસનાનું અંગ નથી. ઉપરાંત જૈન ધર્મના કેટલાક સાંપ્રદાયિક ઘટકોમાં આ વિષયમાં ઘણો બધો આગ્રહાત્મક મતભેદ છે. કેટલાક સંપ્રદાય પોતાના આ જ આગ્રહ પર બળ દે છે કે અજ્ઞાનયુક્ત ક્રિયા પણ મોક્ષમાર્ગમાં સાધક છે, અને તેને સિદ્ધ કરવા માટે તેઓ ધર્મના મૂળરૂપ અને ભેદોને જ રૂપાંતરિત કરી દે છે. તેથી અહીં આ વિષયના સ્પષ્ટીકરણ હેતુ થોડો વિસ્તાર આપવો અપ્રાસંગિક થશે નહિ. સંવર અને નિર્જરા
આગમોમાં સર્વત્ર ધર્મને બે ભેદ કહ્યા છે - (૧) શ્રુત ધર્મ અને (૨) ચારિત્ર ધર્મ. પરંતુ નવોદિત એક જૈન સંપ્રદાયે ધર્મના આ ભેદોને અપલાપિત કરી સંવર અને નિર્જરાને જ, જો કે ધર્મના પરિણામ છે, ધર્મ કહી દીધા. તેઓ પોતાના ‘ભ્રમ વિધ્વંસન’ નામના ગ્રંથ જે સાચા અર્થમાં ભ્રમ વિધ્વંસન ન થઈને ભ્રમ વિધાયક અથવા ભ્રમ પ્રસારક છે, એમાં લખે છે
“તે ધર્મરા વો મેર્ - સંવર, નિર્ણ। । ૫ વીઠુ મેવોં મેં ખિન આજ્ઞા છે । T संवर निर्जरा बे हुंइ धर्म छे । ए संवर निर्जरा टाल अनेरो धर्म नहीं छे । कोई एक पाखण्डी संवर ने धर्म श्रद्धे, पण निर्जरा ने धर्म श्रद्धे नहीं । त्यारे संवर નિર્નારી ઓલવાળ નહીં ।''*
* આ આચાર્ય શ્રી જીતમલજી કૃત તેરાપંથ સંપ્રદાયનો પરમ ગ્રંથ છે.
૫૨૨
જિણધમ્મો